ગુજરાત/ ભાળગના બુંદેલા વાળમાં તસ્કરો પરિવારને ઘરમાં કેદ કરી લૂંટ મચાવી થઇ ગયા ફરાર

શહેરમાં અવાર-નવાર ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 30T134529.298 ભાળગના બુંદેલા વાળમાં તસ્કરો પરિવારને ઘરમાં કેદ કરી લૂંટ મચાવી થઇ ગયા ફરાર

@ પૂજા નિષાદ

સુરત : શહેરમાં અવાર-નવાર ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. સુરતના ભાગળ બુંદેલા વાળ ખાતે એક મુસ્લિમ પરિવારને બંધક બનાવીને ચોરોએ લૂંટ ચલાવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભાગળ બુંદેલા વાળ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ઘસી ગઈ દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયું છે. ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે બુરહાનપુરી ભાગળ બુંદેલવાડ ખાતે આવેલ એક મકાનના બીજા માળે અંદર પાંચ લોકો ફસાયા છે.આથી ઘાંચીશેરી ફાયર સ્ટેશનથી ફાયર જવાનોત્યાં દોડી ગયા હતા અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

ફાયર ઓફિસર મહેશ પટેલના જણાવ્યા મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો નજીમ શેખ, અજીમ શેખ,અફરોઝ શેખ, આબીદા બાનુ, નઝરૂદ્દીન, ઘરના બેડરૂમમાં ફસાયેલા હતા.આથી ફાયરના જવાનોએ ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા. ઘરમાં મળસ્કે ચોર ઘુસી ગયો હતો અને પરિવારના સભ્યોને બેડરૂમની અંદર બંધક બનાવી ઘરમાંથી દાગીના,રોકડા અને બે મોબાઈલ ચોરી બેડરૂમનો દરવાજો તથા ઘરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી બારીમાંથી ભાગી ગયો હતો.બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?