Not Set/ ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે પાકિસ્તાની બ્યુટી ક્વિન સાથે કર્યા હતા બીજા લગ્ન

દિલીપ કુમારની વાત કરવામાં આવે તો, તેઓ હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા રહ્યા છે અને તેમના અભિનયને કરોડો લોકો ચાહતા હતા.

Entertainment
A 92 ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે પાકિસ્તાની બ્યુટી ક્વિન સાથે કર્યા હતા બીજા લગ્ન

બોલીવુડના ટોચના એક્ટરોમાં શામેલ અને ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા દિલીપ કુમારનું આજે સવારે નિધન થયું છે. દિલીપ કુમારે ૯૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારની વાત કરવામાં આવે તો, તેઓ હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા રહ્યા છે અને તેમના અભિનયને કરોડો લોકો ચાહતા હતા. દિલીપ કુમાર સાથે તેમના પત્ની સાયરા બાનુ આખરી શ્વાસ સુધી રહ્યા હતા.

જો કે, આ બંનેના દામપત્ય જીવનનુ ઉદાહરણ આપવામાં આવતુ હોય છે પણ ઘણાને ખબર નહીં હોય કે દિલિપ કુમારે સાયરા બાનુ સાથે લગ્ન કર્યાના 16 વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા અને તેનાથી સાયરા બાનોનુ દિલ તુટી ગયુ હતુ. હકીકતમાં, દિલિપ કુમારે 80ના દાયકામાં પાકિસ્તાની બ્યુટી ક્વીન અસમા રહેમાન સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો : ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, સાયરા બાનુએ કબ્રસ્તાનમાં આપી અંતિમ સલામ

પાકિસ્તાની બ્યુટી ક્વીન સાથેના લગ્ન બાદ દિલિપ કુમારે હંમેશા આ અહેવાલોને નકાર્યા હતા, પરંતુ વર્ષો પછી તેમણે તેના પર મૌન તોડીને આ લગ્નને પોતાના જીવનની મોટી ભૂલ ગણાવી હતી.

બીજી બાજુ આ વાતની ખબર જયારે સાયરા બાનોને ખબર પડી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.પહેલા તો દિલિપ કુમારે લગ્નનો ઈનકાર કરી દીધો હતો પણ બાદમાં તે્મણે બીજા લગ્નની કબૂલાત કરી હતી.સાયરા બાનોએ અસમાને પાકિસ્તાન પાછી મોકલી દેવા માટે કહ્યુ હતુ.

આ પણ વાંચો :દિલીપ કુમારને રાખડી બાંધતી હતી લતા મંગેશકર, અભિનેતાના નિધન પર બોલ્યા, હું નિશબ્દ છું

જો કે દિલીપ કુમાર અને સાયરા બાનુના જીવનમાં એક સમય એવો પણ હતો, જયારે સાયરાબાનોને સંતાન હતુ, પરંતુ શૂટિંગ દરમિયાન સાયરાબાનુની તબિયત બગડી હતી અને તેમનુ મિસકેરેજ થઈ ગયુ હતુ.આ ખબર બાદ દિલિપ કુમાર ચોધાર આંસુએ રડયા હતા.એ પછી સંતાન માટે દિલિપ કુમારે અસમા રહેમાન સાથે લગ્નનો નિર્ણય કર્યો હતો. જોકે સાયરા બાનુની નારાજગી બાદ તેમના બીજા લગ્ન જીવનનો અંત આવી ગયો હતો.

આ પણ વાંચો :દિલીપકુમારને દેશભક્તિ માટે જેલમાં જવું પડયું હતું ,જેલરે તેમને ગાંધીવાળા તરીકે બોલાવ્યા