દુર્ઘટના/ મહારાષ્ટ્રના થાણેમાં લિફટ પડતા 7 મજદૂરોના કરૂણ મોત,મૃત્યુઆંક વધી શકે છે

મહારાષ્ટ્રના થાણેના બાલકુમ વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી છે. લિફટ જોરદાર રીતે નીચે પટકાતા  ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

Top Stories India
2 2 3 મહારાષ્ટ્રના થાણેમાં લિફટ પડતા 7 મજદૂરોના કરૂણ મોત,મૃત્યુઆંક વધી શકે છે

મહારાષ્ટ્રના થાણેના બાલકુમ વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી છે. લિફટ જોરદાર રીતે નીચે પટકાતા  ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.       રૂનવાલ નામની બહુમાળી ઈમારતની લિફ્ટ જોરદાર અવાજ સાથે નીચે પડી ગઈ. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કામદારો કામ કરીને 40 માળની ઈમારતમાંથી નીચે આવી રહ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.

થાણેની આ બહુમાળી ઈમારતની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. માહિતી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મજૂરો હતા જેઓ બિલ્ડિંગમાં કામ કરીને નીચે જઈ રહ્યા હતા.

પ્રહાર/G20 સમિટ વિશે શરદ પવારે કરી આ મોટી વાત, મોદી સરકારને કહ્યું..

G20 India/વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સુખદ રોડમેપની આશા સાથે જી-20ના સમાપનની જાહેરાત