Entertainment/ બોબી દેઓલની ‘આશ્રમ ચેપ્ટર-2 નું ટ્રેલર રિલીઝ

બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ-2’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં બોબી દેઓલનો ઉગ્ર અવતાર જોવા મળી રહ્યો છે.

Entertainment
db 29 બોબી દેઓલની 'આશ્રમ ચેપ્ટર-2 નું ટ્રેલર રિલીઝ

બોબી દેઓલની વેબ સિરીઝ ”આશ્રમ ચેપ્ટર-2′ નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં બોબી દેઓલનો ઉગ્ર અવતાર જોવા મળી રહ્યો છે. ‘આશ્રમ ચેપ્ટર-2’ નાં ટ્રેલરમાં બોબી દેઓલ એટલે કાશીપુરવાળા બાબા નિરાલાનાં આશ્રમની ડાર્ક સાઇડ બતાવવામાં આવી છે. જ્યાંથી પ્રથમ ભાગ પૂર્ણ થયો હતો ત્યાથી જ તેને આગળ વધારવામાં આવેલ છે. પૂરા ટ્રેલરમાં બોબી દેઓલ છવાયેલા જોવા મળી રહ્યા છે. ‘આશ્રમ ચેપ્ટર-2’ નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ધૂમ મચી ગઈ છે.

બોબી દેઓલનાં આશ્રમનાં પહેલા ભાગમાં આસ્થાનાં નામે નિર્દોષ લોકોની ભાવનાઓ સાથે રમવાની રમત દર્શાવવામાં આવી હતી. આ વાર્તા બીજા ભાગમાં આગળ ધપાવવામાં આવી છે. એટલું જ નહીં, આ વેબ સિરીઝમાં આસ્થા, રાજકારણ અને ગુનાનું ગઠબંધન બતાવવામાં આવ્યું છે જે સનસનાટીભર્યું છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ ક્રાઇમ ડ્રામાનો બીજો ભાગ એટલે કે ‘આશ્રમ ચેપ્ટર-2’ 11 નવેમ્બર 2020 થી ફક્ત એમએક્સ પ્લેયર પર જ લાઇવ થશે.

બોબી દેઓલે કહ્યું કે, “હું આ સિરીઝનાં પ્રથમ પ્રકરણને આટલી મોટી સફળતા બનાવવા બદલ પ્રેક્ષકોનો આભાર માનું છું, એટલું જ નહીં, પછીનાં પ્રકરણમાં, કાશીપુરવાળા બાબા નિરાલાનું તે સ્વરૂપ અને એક આવી તીવ્ર શક્તિ બતાવવામાં આવી છે. જ્યાં તેઓ તેમના પોતાના ફાયદા માટે દરેક નિયમ બદલી નાખે છે અને તેમની સામે આવતા દરેક નિયમને પણ ઝુકાવી દે છે. કહી શકાય કે, એક એવી બાજુ બતાવવામાં આવી છે જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી.”