Bollywood/ જાણો, કોણે લગાવ્યો અમિતાભ બચ્ચન પર કવિતા ચોરીનો આરોપ

અમિતાભ બચ્ચનની આ કવિતાને લઈને વિવાદ શરૂ થયો છે. હકીકતમાં, ટીષા અગ્રવાલ નામની મહિલાએ દાવો કર્યો છે કે આ તેની કવિતા છે. તેણે બિગ બીની  ફેસબુક પોસ્ટની નીચે પણ ટિપ્પણી કરી છે કે તેને તેનું શ્રેય આપવું જોઈએ.

Entertainment
a 368 જાણો, કોણે લગાવ્યો અમિતાભ બચ્ચન પર કવિતા ચોરીનો આરોપ

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનાં સોશિયલ મીડિયા પ્રેમની તો દરેક જાણે છે જ. જે રીતે તેઓ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ્સ પર સક્રિય રહે છે, તે રીતે તો કદાચ જ કોઈ યુવા રહી શકે. પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે અમિતાભ આ પ્લેટફોર્મ્સ દ્વારા ચાહકોને તેમની વાતો પહોંચાડી જ દે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે એક કવિતા પોસ્ટ કરી જેના પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

હકીહાતમાં અમિતાભ બચ્ચને તેમના ફેસબુક પર એક કવિતા લખી હતી, જે નીચે મુજબ છે-

थोड़ा पानी रंज का उबालिये

खूब सारा दूध खुशियों का

थोड़ी पत्तियां ख्यालों की..

थोड़े गम को कूटकर बारीक,

हंसी की चीनी मिला दीजिये..

उबलने दीजिये ख्वाबों को

कुछ देर तक..!

image 55 જાણો, કોણે લગાવ્યો અમિતાભ બચ્ચન પર કવિતા ચોરીનો આરોપ

અમિતાભ બચ્ચનની આ કવિતાને લઈને વિવાદ શરૂ થયો છે. હકીકતમાં, ટીષા અગ્રવાલ નામની મહિલાએ દાવો કર્યો છે કે આ તેની કવિતા છે. તેણે બિગ બીની  ફેસબુક પોસ્ટની નીચે પણ ટિપ્પણી કરી છે કે તેને તેનું શ્રેય આપવું જોઈએ. ટીષાએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, જ્યારે અમિતાભ બચ્ચન તમારી પોસ્ટની નકલ કરે છે અને ક્રેડિટ પણ આપતા નથી. ખુશ થઈને રડો છે.

AMitabh1 જાણો, કોણે લગાવ્યો અમિતાભ બચ્ચન પર કવિતા ચોરીનો આરોપ

જોકે, આ અંગે હજી સુધી અમિતાભ બચ્ચન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તે જ સમયે, ટીષાએ પગલાં લેવાનું કહ્યું છે પરંતુ તે આગળ શું કરવા જઈ રહી છે તે વિશે કોઈ માહિતી મળી નથી. આ કવિતાને કારણે ઘણા લોકો ટીષાને ટેકો આપી રહ્યા છે.

image 56 જાણો, કોણે લગાવ્યો અમિતાભ બચ્ચન પર કવિતા ચોરીનો આરોપ

FB 2791 – थोड़ा पानी रंज का उबालिये

खूब सारा दूध ख़ुशियों का

*थोड़ी पत्तियां ख़यालों की..*

थोड़े गम को कूटकर बारीक,

हँसी की…

આપને જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે (24 ડિસેમ્બર, 2020) એક વાગ્યે અમિતાભ બચ્ચને તેમના ફેસબુક પેજ અને ટ્વિટર એકાઉન્ટ પર એક કવિતા શેર કરી હતી. આ કવિતા હજી પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જોવા મળે છે.

આ પણ વાંચો :ગૌહર ખાન અને ઝૈદ દરબારની પ્રિ-વેડિંગ સેરેમનીના બેસ્ટ મોમેન્ટ, જુઓ

આ પણ વાંચો :‘નયન’ ગીતને પ્રમોટ કરવા બિગ-બૉસ હાઉસ પહોંચી આ સિંગર

આ પણ વાંચો :બોલીવુડ પર કોરોનાનો કાળો કહેર, હવે આ એક્ટ્રેસ થઇ સંક્રમિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…