Vande Bharat Train/ ગુજરાતને મળનારી ત્રીજી વંદે ભારત ટ્રેનનો આજે ટ્રાયલ

ગુજરાતને મળનારી ત્રીજી વંદે ભારત ટ્રેનનો આજે ટ્રાયલ છે. સાબરમતીથી વિરમગામ સુધી આ ટ્રાયલ થવાનો છે. 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી અમદાવાદની વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન કરવાના છે.

Ahmedabad Gujarat
Mantavyanews 2 13 ગુજરાતને મળનારી ત્રીજી વંદે ભારત ટ્રેનનો આજે ટ્રાયલ

અમદાવાદઃ ગુજરાતને મળનારી ત્રીજી વંદે ભારત ટ્રેનનો આજે ટ્રાયલ છે. સાબરમતીથી વિરમગામ સુધી આ ટ્રાયલ થવાનો છે. 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી અમદાવાદની વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન Vande Bharat Train કરવાના છે. આ ટ્રેન જામનગરથી સવારે સાડા પાંચ વાગે ઉપડીને સવારે દસ અને દસ વાગે અમદાવાદમાં સાબરમતી સ્ટેશન પર પહોંચશે.

અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેન જામનગરથી રાજકોટ થઈને વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. તે જામનગરથી સવારે 5: 30 ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ થઈને સાબરમતી રેલ્વે સ્ટેશન પર સવારે 10:10 વાગે પહોંચાડશે. આઠ કોચની ટ્રેન સૌરાષ્ટ્રવાસીઓ માટે Vande Bharat Train આશીર્વાદ સમાન નીવડશે. આમ છેક જામનગરથી કોઈ સૌરાષ્ટ્રવાસી અમદાવાદ આવીને સામાજિક પ્રસંગ પતાવીને સાંજે તે જ ટ્રેનમાં પરત ફરી શકશે. ટ્રેનનો સમય પણ આ જ રીતનો રખાયો છે. જ્યારે વિરમગામથી અને સુરેન્દ્ર નગરથી તો લોકો દૈનિક ધોરણે અપડાઉન કરી શકે તેવી સંભાવના છે.

ગુજરાતમાં હાલમાં બે વંદેભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી જોધપુર દોડી રહી છે. આ ત્રીજી વંદે ભારત ટ્રેન હશે. વંદે ભારત ટ્રેનને જબરજસ્ત લોકપ્રિયતા સાંપડી છે. ટિકિટનો ભાવ ઊંચો હોવા છતાં પણ બે શહેરો વચ્ચે Vande Bharat Train મુસાફરી કરનારા મોટા વર્ગને રાહત મળી છે.  વંદે ભારત ટ્રેનની હાલની સરેરાશ સ્પીડ પ્રતિ કલાક 80 કિ.મી.ની છે. પણ રેલવેનું હવે ઇલેક્ટ્રિફિકેશન પૂરુ થયું છે અને પાટાનું આધુનિકીકરણ પૂરું થયા પછી આ ટ્રેન પ્રતિ કલાક 130ની સ્પીડે દરેક રૂટ પર દોડી શકશે તેમ માને છે.

પીએમ નરેન્દ્ર મોદી 24મી સપ્ટેમ્બરે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના Vande Bharat Train રાજ્યો માટે એક જ દિવસે કુલ નવ વંદે ભારતનું લોન્ચિંગ કરવાના છે. આ પણ એક રેકોર્ડ હશે. હાલમાં રેલ્વે દેશમાં કુલ 5 વંદે ભારત ટ્રેન દોડાવી રહ્યુ છે અને આ નવ ટ્રેનના લોન્ચિંગ સાથે વંદે ભારત ટ્રેનની કુલ સંખ્યા 34 પર પહોંચશે.

 

આ પણ વાંચોઃ Gujarat conex 2023/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચોઃ સુરત/“કુચ એસા કરના ચાહતા હુ કે નામ રોશન હો” નામ રોશન કરવાનું કહેતા કોંગ્રેસી નેતા થઇ ગયા બદનામ

આ પણ વાંચોઃ Kisan Suroyaday/રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજનાઃ હજી પણ હજારો ગામોમાં ‘સૂર્યોદય’ થવાનો બાકી

આ પણ વાંચોઃ રાજકોટ/પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

આ પણ વાંચોઃ Ganapati Bappa/સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા