વંચિત/ વલસાડના છેવાડાના આદિવાસીઓને સરકારી ઓળખપત્ર મેળવવામાં મુશ્કેલી

25 જેટલા ડોક્યુમેન્ટ્સ ભેગા કરતા કરતા અહીંનો આદિવાસી પરેશાન થઈ રહ્યો છે. જે મામલતદાર કચેરીમાં આ પળોજણ થાય છે ત્યાંના અધિકારીઓ પણ આદિવાસી સમાજના છે અને તેઓ પણ મજબુર છે

Top Stories Gujarat Others
આદિવાસી

વલસાડ જિલ્લામાં જાતિના દાખલા મેળવવા માટે 25 જેટલા પુરાવા સરકારમાં રજૂ કરવાના હોવાથી  ગરીબ આદિવાસી જાતિના દાખલાથી વંચિત રહે છે. ગુજરાત રાજ્યમાં અંદાજે એક કરોડથી વધુ આદિવાસી ઓ વસવાટ કરે છે. ગરીબ આદિવાસીઓને સરકાર વિવિધ યોજના હેઠળ અનેક  લાભો આપી રહી છે અને તેમાં જાતિનો દાખલો આપવો જરૂરી છે ત્યારે ધરમપુર મામલતદાર કચેરીમાં લાભાર્થી ઓને ખૂબ જ મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. માંડ માંડ  પુરાવા એકત્રિત કરી કચેરીમાં જમા કરાવ્યા બાદ પણ અરજદારે કચેરીના ધક્કા ખાવાની નોબત આવે છે અને આદિવાસીઓએ હેરાન પરેશાન થઇ ગયા છે.

ધરમપુર એક સમયનું રજવાડું અને આઝાદી બાદ ભારત દેશનું અભિન્ન અંગ અને અહીંના આદિવાસી એટલે કે મૂળ નિવાસી. અહીં આદિવાસીમાં ઘણી જ્ઞાતિઓ આવી છે. હવે શિક્ષણ, નોકરી કે સરકારી યોજનાના લાભ લેવા માટે જ્ઞાતિનો દાખલો જરૂરી છે. હાલ શાળામાં વેકેશન પડ્યું છે અને કોલેજમાં કે પછી અન્ય હાઈ સ્કૂલમાં એડમિશન સમયે જ્ઞાતિનો દાખલો ચોક્કસ જોઇએ તો જ શિષ્યવૃત્તિ અને અન્ય લાભ મળે છે. જોકે હાલ આ લાભ લેવા મુશ્કેલ પડી રહ્યા છે. કારણકે આ જ્ઞાતિનો દાખલો કાઢતા કાઢતા નવ નેજાના પાણી નીકળી જાય છે. કારણ કે 25 જેટલા ડોક્યુમેન્ટ્સ ભેગા કરતા કરતા અહીંનો આદિવાસી પરેશાન થઈ રહ્યો છે.  જે મામલતદાર કચેરીમાં આ પળોજણ થાય છે ત્યાંના અધિકારીઓ પણ આદિવાસી સમાજના છે અને તેઓ પણ મજબુર છે અને હાલની સ્થિતિમાં તેઓ મીડિયા સામે કાઈ પણ બોલવામાં ડરે છે. પણ આ આદિવાસીઓની વ્યથા આપ સાંભળશો તો આપને પણ થશે કે સરકાર કોઈ સુધારો લાવેએ જરૂરી છે.

જ્ઞાતિના દાખલા લેવામાં આ સમસ્યાનું કારણ એટલા માટે ઉભું થયેલું કે લોકો ઓછા ડોક્યુમેન્ટ્સ હતા એ દરમ્યાન ઘણા લોકો એ ખોટી રીતે આદિવાસીની જ્ઞાતિમાં નામ નોંધાવી સરકારી નોકરી અને એડમિશનમાં લાભ લીધી હતો. જેને કારણે આવી પ્રથા સરકારે લાવી પડી હતી. પણ જેમ જેમ.ચૂંટણી નજીક આવી રહી છે વિપક્ષ એને ખુબજ ચુપકીથી મુદ્દો બનાવી રહી છે. જે સરકાર સામે ધીમું ઝેર સાબિત થઈ શકે એમ છે અને એજ કારણોસર સરકાર હવે આદિવાસી ધારાસભ્યો વિપક્ષ ના ધારાસભ્ય અને મંત્રી  નરેશભાઈની અધ્યક્ષતામાં મિટિંગ રાખી આ બાબતનું નિરાકરણ લાવવા ભેગા થઇ રહ્યા છે.

આ પણ વાંચો : ગાયનું ગોબર કાર ઉપર લગાવો અને તેને ગરમીથી બચાવો : યુવાને કર્યું અનોખું સંશોધન