Not Set/ બિગ બોસ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ, શહનાઝ ગિલ મળશે જોવા

સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસ 15નો ગ્રાન્ડ ફિનાલે હવે નજીક આવી રહ્યો છે. શોના ફિનાલે એપિસોડને ખાસ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Entertainment
બિગ બોસ

સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસ 15નો ગ્રાન્ડ ફિનાલે હવે નજીક આવી રહ્યો છે. શોના ફિનાલે એપિસોડને ખાસ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે શોમાં બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સિદ્ધાર્થ શુક્લાનું વર્ષ 2021માં નિધન થયું હતું. સિદ્ધાર્થના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો હતો. હવે બિગ બોસ પોતાના અસલી હીરોને યાદ કરશે. આ અવસર પર સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલ પણ હાજરી આપશે.

આ પણ વાંચો :પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમને પદ્મશ્રી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરાઇ જાહેરાત

તાજેતરમાં, કલર્સે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શોનો નવો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ પ્રોમો વીડિયોમાં સિદ્ધાર્થ અને શહેનાઝના કેટલાક વિઝ્યુઅલ બતાવવામાં આવ્યા છે, જે બિગ બોસના ઘરમાં વિતાવેલા બંનેની સોનેરી પળોને યાદ કરાવે છે.

Instagram will load in the frontend.

વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે- જ્યારે શહનાઝ ગિલ આવશે ત્યારે ગ્રાન્ડ ફિનાલે વધુ ખાસ હશે #SidNaaz ના સંબંધને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ. બિગ બોસ 15નો ગ્રાન્ડ ફિનાલે 29 અને 30 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે જોવાનું ભૂલશો નહીં. આ વખતે ચાહકોએ બિગ બોસ 15ને લઈને મિશ્ર મંતવ્યો આપ્યા છે. શોના દર્શકોને વધુ મનોરંજન મળ્યું ન હતું.

બિગ બોસના ફિનાલેની વાત કરીએ તો, સલમાન ખાનનો આ લોકપ્રિય શો જાન્યુઆરીમાં સમાપ્ત થશે. આ શો ઘણો આગળ આવ્યો છે અને કેટલાક સ્પર્ધકો એવા પણ છે જેઓ શરૂઆતથી જ પોતાનો દાવો રજૂ કરતા જોવા મળ્યા હતા અને આટલી લાંબી મજલ કાપ્યા છે. ફાઈનલ રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકો વિશે વાત કરીએ તો, તેમાં કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી, રાખી સાવંત અને રશ્મિ દેસાઈનો સમાવેશ થાય છે. આ સ્પર્ધકો વચ્ચે ફાઈનલનો જંગ છે. હવે બિગ બોસ 15ની ટ્રોફીનો હકદાર કોણ બનશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

આ પણ વાંચો : 17 દિવસ પછી પણ લતા મંગેશકર ICUમાં, તબિયતમાં સુધારો

આ પણ વાંચો : ‘ભૂલ ભુલૈયા 2’ની રિલીઝ ડેટ આવી સામે, આ દિવસે સિનેમાઘરોમાં મચાવશે ધમાલ

આ પણ વાંચો :કપિલ શર્મા શોમાં અનુપ જલોટાએ સજાવી મહેફિલ, સંગીતની જુગલબંધી મચાવશે ધમાલ

આ પણ વાંચો :લેસ્બિયન ભૂમિ પેડનેકર સાથે લગ્ન કરશે રાજકુમાર રાવ, બાળકની માંગ પર કરશે આવું…