Video/ કૈલાશ ખેર પર કર્ણાટકમાં કોન્સર્ટ દરમિયાન વ્યક્તિએ ફેંકી બોટલ, માંડ માંડ બચ્યો ગાયક

કાર્યક્રમ દરમિયાન ગાયક પર એક બોટલ ફેંકવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી અને ખેર પર બોટલ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી.

Trending Entertainment
કૈલાશ ખેર

રવિવારે કર્ણાટકમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ગાયક કૈલાશ ખેર પર હુમલો થયો હતો. કર્ણાટકના હમ્પીમાં ગાયક કૈલાશ ખેરના કોન્સર્ટ દરમિયાન એક બોટલ ફેંકવામાં આવી હતી. આ ઘટના દરમિયાન ગાયક માંડ માંડ બચ્યો હતો.

સામે આવેલી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન ગાયક પર એક બોટલ ફેંકવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી અને ખેર પર બોટલ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી. મીડિયા અહેવાલો અનુસાર, ગાયક બચી ગયો હતો અને લાઇવ મ્યુઝિક કોન્સર્ટ ચાલુ રહ્યો હતો.

Kailash Kher

આપને જણાવી દઈએ કે ત્રણ દિવસીય હમ્પી ફેસ્ટિવલ 2023ની શરુઆત 27 જાન્યુઆરીથી થઇ હતી. નવા વિજયનગર જિલ્લાની રચના બાદ આયોજિત આ પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. કૈલાશ ખેરે આ આગામી કોન્સર્ટ વિશે ભૂતકાળમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી શેર કરી હતી, જણાવ્યું હતું કે તે હમ્પી ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે.

જે બાદ કૈલાશ ખેરે આજે સવારે આ કોન્સર્ટની વીડિયો ક્લિપ શેર કરી અને સાથે જ એક લાંબી નોટ પણ લખી. તેણે લખ્યું, “જ્યારે કૈલાસે પુનીત રાજકુમાર જીને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી. અને તેમના પર ફિલ્માવાયેલા અમારા કન્નડ ગીતોની એક ગીત શ્રેણી રજૂ કરી. આખું વિજયનગર @bandkailasa સાથે ગાય છે, નૃત્ય કરે છે, ભાવુક થઈ જાય છે. #HampiUtsav2023 નો #KailasaLiveInConcert ખૂબ જ ભાવનાત્મક રહ્યો @kkaladham”.

આ પણ વાંચો:સલમાન ખાનની ‘ટાઈગર 3’માં શાહરૂખ ખાનની ધમાકેદાર એક્શન, જાણો ક્યારે શરૂ થશે તેનું શૂટિંગ

આ પણ વાંચો: વિશ્વભરમાં ગૂંજી ‘પઠાણ’ની ગર્જના, બે દિવસમાં કર્યો 200 કરોડથી વધુનો બિઝનેસ

આ પણ વાંચો:અનુરાગ કશ્યપને છે ચિંતા- ભારતીય સિનેમામાંથી RRR નિર્માતા એસએસ રાજામૌલીને ચોરી શકે છે હોલીવુડ

આ પણ વાંચો:પઠાણ દ્વારા આમિર ખાન પર નિશાન સાધતા આ અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર, કહ્યું..

આ પણ વાંચો: અનુરાગ કશ્યપને મળવા માંગતો હતો સુશાંત સિંહ, ડિરેક્ટરે ચેટ શેર કરીને વ્યક્ત કર્યું દુઃખ