Not Set/ ફિલિપાઈન્સમાં કાઈ-તાક વાવાઝોડાને કારણે 38 હજાર લોકોએ કર્યુ સ્થળાંતર

ફિલિપાઈન્સમાં શનિવારે આવેલા તોફાન અને તેના કારણે પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પૂર આવી ગયું છે.પૂરમાં તણાઈ જવાને કારણે બે વર્ષના એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે.38 હજાર લોકો પોતાના ઘર છોડી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર થયા છે.ફિલિપાઈન્સના હવામાન વિભાગે જણાવ્યું કાઈ-તાક વાવાઝોડાને કારણે પૂર્વ ફિલિપાઈન્સમાં 110 કિમી પ્રતિકલાકની ઝડપે […]

World

ફિલિપાઈન્સમાં શનિવારે આવેલા તોફાન અને તેના કારણે પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પૂર આવી ગયું છે.પૂરમાં તણાઈ જવાને કારણે બે વર્ષના એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે.38 હજાર લોકો પોતાના ઘર છોડી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર થયા છે.ફિલિપાઈન્સના હવામાન વિભાગે જણાવ્યું કાઈ-તાક વાવાઝોડાને કારણે પૂર્વ ફિલિપાઈન્સમાં 110 કિમી પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું હતું.વાવાઝોડાને કારણે 45 લાખથી વધુ વસ્તીવાળા લીટે અને સમર શહેરમાં ભારે નુકસાન થયું છે.૪૫ લાખની વસ્તી ધરાવતા બે ટાપુઓ સમર અને લીટે પર વર્ષ ૨૦૧૩માં પણ વાવાઝોડાએ આફત ઉતારી હતી.જેમાં ૭ હજાર ૩૫૦ લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા.ટાકલોબાનાના શહેર લીટેમાં બસ ડ્રાઇવર ફેલિક્ષ વિલાસેરેન, તેમની પત્ની અને ચાર બાળકો બે માળનું મકાન ધસી પડતાં તેમાં દબાઇ ગયા હતા.તો પૂરમાં તેમના કેટલાક સબંધીઓ પણ તણાઇ ગયા હતા.