Rajkot Gaming Zone Tragedy/ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ, ત્રણ માળનું માળખુ પણ સીડી એક

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં SITએ ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપ્યો  છે. SITના રિપોર્ટમાં અનેક મોટી-મોટી બેદરકારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 31T140209.033 રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ, ત્રણ માળનું માળખુ પણ સીડી એક

Rajkot News: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire)મામલામાં SITએ ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપ્યો  છે. SITના રિપોર્ટમાં અનેક મોટી-મોટી બેદરકારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તેમા આંખે ઉડીને વળગે તેવી વાત એ હતી કે ગેમઝોનમાં પહેલા માળે જવા માટે એક જ સીડી હતી અને તે ચાર ફૂટની લોખંડની સીડી હતી અને બીજો કોઈ રસ્તો ન હતો.

આ એકમાત્ર સીડીનો વિડીયો પણ સામે આવ્યો છે. નીચેના માળે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી વિડીયો થોડા દિવસ પહેલાંનો હોવાનું અનુમાન છે. એડીડીજીપી સુભાષ ત્રિવેદની આગેવાની હેઠળ રચાયેલી SITએ 72 કલાકમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં 25મેના રોજ બનેલી ઘટનાની મુખ્ય બાબતો પર ફોકસ કરવામાં આવ્યું છે.

ટીઆરપી ઝોનમાં આગ લાગવાનું મુખ્ય કારણ ફાયર સેફ્ટી વગરનું ગેરકાયદેસરનું બાંધકામ, ગેમઝોનમાં ત્રણ માળમાં અવરજવર માટે લોખંડની ચાર ફૂટની એકમાત્ર કામચલાઉ સીડી હતી. આગ લાગવાની ઘટના બાદ ઉપરનો એકમાત્ર મુખ્ય દરવાજો બંધ થઈ જતાં ઘટના બની હોવાનું જણાવાયું છે. હાલમાં ગેમઝોનમાં સ્નો પાર્કની કામગીરી ચાલતી હોવાથી વેલ્ડિંગ કરવામાં આવતું હતું. ટીઆરપી ઝોનમાં જનરેટર માટે 2000 લિટર પેટ્રોલનો જથ્થો અને ગો કાર રેસિંગ ચલાવવા 1,500 લિટર પેટ્રોલનો જથ્થો સ્ટોર કરેલો હતો. તેના લીધે આગ ઝડપથી ફેલાતા માળખુ બળીને ખાખ થઈ ગયું હતું. સળગતા ગેમઝોનમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ ચાર ફૂટની લોખંડની સીડી હતી. પ્રથમ માળે ટ્રેમ્પોલિન અને બોલિંગ ઝોન હતા.

સીટના પ્રાથમિક રિપોર્ટમાં સૌથી આંચકાજનક બાબત રાજકોટ મનપા અને પોલીસ વિભાગને લઈને છે. તેમા ફાયર વિભાગને અવગણીને જાતે મંજૂરી આપી હતી અને રીન્યુ પણ કરી હતી. સીટની તપાસમાં તે પણ ખૂલ્યું હતું કે રાજકોટ મ્યુ. કોર્પોરેશન, અગ્નિશામન દળ, એસ્ટેટ ખાતુ, રાજકોટ પોલીસ કમિશ્નર, માર્ગમકાન વિભાગના એન્જિનીયરો, પીજીવીસીએલના ઇજનેરો સહિત દસથી વધુ એજન્સીઓની સીધી બેદરકારીએ આ ગેમિંગ ઝોનની હોનારતને આકાર આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું