World/ ટ્રમ્પ બાદ હવે તેમનો 14 વર્ષનો દિકરો થયો કોરોના સંક્રમિત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસનાં સંક્રમણથી ઠીક થઇને સામાન્ય જીવનમાં પરત ફર્યા છે અને હવે તેઓ ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ હવે ટ્રમ્પનો 14 વર્ષનો પુત્ર બેરોન કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું હતું કે, બેરોન કોરોના વાયરસથી સંક્રમિત છે, પરંતુ વાયરસનાં કોઈ લક્ષણો તેની […]

Top Stories World
ipl2020 12 ટ્રમ્પ બાદ હવે તેમનો 14 વર્ષનો દિકરો થયો કોરોના સંક્રમિત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસનાં સંક્રમણથી ઠીક થઇને સામાન્ય જીવનમાં પરત ફર્યા છે અને હવે તેઓ ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ હવે ટ્રમ્પનો 14 વર્ષનો પુત્ર બેરોન કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું હતું કે, બેરોન કોરોના વાયરસથી સંક્રમિત છે, પરંતુ વાયરસનાં કોઈ લક્ષણો તેની અંદર નથી. મેલાનિયાએ કહ્યું કે, સદભાગ્યે તે એક મજબૂત છોકરો છે અને તેના પર કોરોનાનાં કોઇ લક્ષણ નથી.

ડેસ મોઇસ, લોવામાં એક રેલીનાં દરમિયાન ટ્રમ્પે કહ્યુ કે, બેરોન હવે ઠીક છે. તેમણે કહ્યું કે, આ એક ઉદાહરણ છે કે કેમ શાળા ફરીથી ખોલવી જોઈએ. ટ્રમ્પે કહ્યું, “મને નથી લાગતું કે બેરોનને પણ ખબર હતી કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કારણ કે આ લોકો યુવાન છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત છે, તેઓ કોરોના સામે લડી શકે છે.” બાળકોને શાળાએ પાછા લાવો. વળી, મેલાનિયાએ કહ્યું કે તેના લક્ષણો ખૂબ ઓછા છે અને તે આશા રાખે છે કે પોતે ફર્સ્ટ લેડી તરીકે તે પોતાની જવાબદારીનું વહન જલ્દી જ કરવાનું શરૂ કરશે. મેલાનિયાએ જણાવ્યું કે, મને શરીરમાં દુખાવો, કફ અને માથાનો દુખાવો થતો હતો અને મોટાભાગે મને ખૂબ થાક લાગે છે.

મેલાનિયાએ કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે હું કુદરતી દવાઓ પર આધારીત રહીશ, વધુ વિટામિન્સ લઈશ અને આરોગ્યપ્રદ ખોરાક ખાઈશ. જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા પછી ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ હતા. ટ્રમ્પે 2 ઓક્ટોબરનાં રોજ જાણ કરી હતી કે તેમને કોરોના થયો હતો. તેમની પત્ની પણ કોરોના પોઝિટિવ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ