USA/ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી ફરીથી લડવાના ટ્રમ્પે આપ્યા સંકેત, વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પ્રથમ વખત આવ્યા સામે

અમેરિકન સંસદમાં હિંસા ભડકાવવાના આરોપ છતાં હજુ પણ અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરીથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા છે. મહાભિયોગની

World
trump today 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી ફરીથી લડવાના ટ્રમ્પે આપ્યા સંકેત, વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પ્રથમ વખત આવ્યા સામે

અમેરિકન સંસદમાં હિંસા ભડકાવવાના આરોપ છતાં હજુ પણ અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાદા બુલંદ છે, એટલું જ નહીં તેઓ ફરીથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા છે. મહાભિયોગની તપાસમાં નિર્દોષ જાહેર થયાના કેટલાક અઠવાડિયા પછી એક કાર્યક્રમમાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે નવા રાજકીય પક્ષની રચના અંગે ચાલી રહેલી અટકળો પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે તેઓ કોઈ નવી પાર્ટી નહીં બનાવે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડન વહીવટી પર પ્રહારો કર્યા હતા.ટ્રમ્પે આ ભાષણમાં વર્ષ 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા હતા.

Gujarat / સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ ફૂટબોલની રમતને આપશે નવો આયામ, બન્યા સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના ઉપપ્રમુખ

તેમણે કહ્યું કે ‘અમેરિકા ફર્સ્ટ’ ની નીતિ ‘અમેરિકા લાસ્ટ’ પર પહોંચી ગઈ છે. કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (સીપીએસી) 2021 ની બેઠક ફ્લોરિડામાં મળી હતી. આ સભામાં બોલતા પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે ચાર દિવસ પહેલા જે પ્રવાસ શરૂ કર્યો હતો તે હજી પૂરો નથી થયો. અહીં આપણે આપણુ ભવિષ્ય, દેશનું ભવિષ્ય અને આગામી પગલા વિશે વાત કરવા આવ્યા છીએ.”

Politics / તમિળનાડુમાં રાહુલ ગાંધીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

 ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ ભીડને આ સવાલ પૂછીને શરૂ કર્યું હતું કે શું તમે મને યાદ કર્યો? જેના જવાબમા તેમના સમર્થકોની ભીડે ખૂબજ ઉતાવળા અવાજમાં જવાબ આપ્યો કે, હાં. ડોનાલ્ડ ટ્રમ્પે નવી રાજકીય પાર્ટી બનાવવાને લઈને ચાલી રહેલી અટકળોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, આ બનાવટી સમાચાર છે. તેમણે કહ્યું હતું કે, નવી પાર્ટીની રચના કરવાથી મત વહેચાઈ જશે અને અમે ક્યારે જીતી શકીશું નહીં.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડનના પ્રારંભિક નિર્ણયો ખાસ કરીને પ્રવાસી નીતિની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે બધા લોકો રિપબ્લિકન પાર્ટીના છીએ અને પાર્ટી પહેલાં કરતા વધારે મજબૂત અને એકજૂટ થશે.

Vaccine / વેક્સિનને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે ઓવૈસી? સરકાર પાસે માંગી આ સ્પષ્ટતા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…