Not Set/ બિડેન સામે ચૂંટણીમાં ભલે હાર્યા વેક્સિનેશન લેવામાં ટ્રમ્પ બનશે ફર્સ્ટ

એક તરફ વેક્સિનેશનના ટ્રાયલ લેનારા કેટલાક અગ્રણી નેતાઓની તબિયત લથડી છે ત્યારે દેશ-વિદેશમાં કોરોના વેક્સિન ફરજિયાત કરવી કે નહીં તે અંગે મતમતાંતર જોવા મળે છે.

Top Stories World
us

એક તરફ વેક્સિનેશનના ટ્રાયલ લેનારા કેટલાક અગ્રણી નેતાઓની તબિયત લથડી છે ત્યારે દેશ-વિદેશમાં કોરોના વેક્સિન ફરજિયાત કરવી કે નહીં તે અંગે મતમતાંતર જોવા મળે છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસની વેકસીન લેવા તૈયાર થઇ ગયા છે. જોકે તેમની પ્રાથમિકતામાં કોરોના વોરીયર્સ આગળ છે. આ માહિતી આપતા વ્હાઇટ હાઉસે આટલા ઓછા સમયમાં રસી બનાવવા અને વિતરણ કરવાના કામને વધાવી લેતા વિજ્ઞાનનો આવિષ્કારનો સહર્ષ સ્વીકાર કર્યો છે.

Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પ…

આ સમયે વ્હાઇટ હાઉસે ટ્રમ્પની વાતોને ઉડાવનાર અમેરિકાના એક મીડિયા વર્ગની ટીકા પણ કરી છે. અમેરિકાની કંપની ફાઇઝરે રવિવારે મીસીગનના ગોડાઉનમાંથી વેકસીનનો પહેલો જથ્થો રવાના કરી દીધો હતો. અમેરિકામાં સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થયું છે. ફાઇઝર અને જર્મનીની તેની સાથી કંપની બાયોએન્ટેકની રસીને ઇમરજન્સીમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે તેઓ વેકસીન લેવા તૈયાર છે. ખાનગી વાતચીતમાં તેમણે આ સંમતિ દર્શાવી હતી.

Political / ‘PM Cares Fund’ ને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર …

ટ્રમ્પે વેક્સિનેશન અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેઓની મેડિકલ ટીમ જ્યારે કહેશે ત્યારે વેકસીન લેશે. ટ્રમ્પ ઓકટોબરમાં સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બાદ પૂર્વ રાષ્ટ્રપતિઓ કલીન્ટન, બુશ અને ઓબામા જાહેરમાં રસી લેવાની વાત કરી ચુકયા છે. દરમ્યાન ઇટાલીના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે બેલ્જીયમ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, લકસમ્બર્ગ, નેધરલેન્ડ, સ્પેન અને સ્વીટ્ઝરલેન્ડ વેકસીનેશન અભિયાન શરૂ કરવાની તારીખ પર સંમત થઇ ગયા છે.આરોગ્ય મંત્રીઓની વિડીયો કોન્ફરન્સમાં આ નિર્ણય લેવાયો હતો.બહેરીનના રાજા હમદ બીન ઇશા અલ ખલીફાએ પણ કહ્યું હતું કે દેશના તમામ નાગરીકોને તુરંતમાં મફત રસીકરણ શરૂ કરવામાં આવશે. ફાઇઝર અને બાયોએન્ટેક દ્વારા ડેવલપ કરાયેલી રસી અને ચીનની સાઇનોફાર્મા રસીને બહેરીનમાં મંજૂરી આપવામાં આવી છે.

Political / કૈલાસ વિજયવર્ગીયાનો વાક બોમ્બ, કહ્યું – કમલનાથ સરકારને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…