Not Set/ ટ્રમ્પનો હુંકાર / અમેરિકનોને બચાવવા કોઈ કસર નહિ છોડે, ઇસ્લામિક આતંકવાદને પરાજિત કરશે

ઈરાન તરફથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ દરેક ભાષણમાં રાષ્ટ્રવાદ વિશે વાત કરતા રહ્યા છે. ઓહિયોના ટોલેડોમાં એક ચૂંટણી સભા દરમિયાન  ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદ પર પ્રહારો કાર્ય હતા. તેમણે કહ્યું કે અમે અમેરિકન નાગરિકોના જીવ બચાવવા કોઈપણ હદ સુધી જઈશું. અમે આ માટે કોઈ કસર નહિ રાખીએ.  અમે અમેરિકાના […]

World
trump 1 ટ્રમ્પનો હુંકાર / અમેરિકનોને બચાવવા કોઈ કસર નહિ છોડે, ઇસ્લામિક આતંકવાદને પરાજિત કરશે

ઈરાન તરફથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ દરેક ભાષણમાં રાષ્ટ્રવાદ વિશે વાત કરતા રહ્યા છે. ઓહિયોના ટોલેડોમાં એક ચૂંટણી સભા દરમિયાન  ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદ પર પ્રહારો કાર્ય હતા. તેમણે કહ્યું કે અમે અમેરિકન નાગરિકોના જીવ બચાવવા કોઈપણ હદ સુધી જઈશું. અમે આ માટે કોઈ કસર નહિ રાખીએ.  અમે અમેરિકાના દુશ્મનો માટે ક્યારેય કોઈ બહાનું નહિ બતાવીએ.

ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને હરાવવાનું કામ કરવાનું ક્યારેય બંધ નહીં કરીએ.

તેમના ભાષણ દરમિયાન, તેમણે મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકોની હાજરી વિશે જણાવ્યું હતું કે, હવે અમે વિશ્વના અન્ય દેશોના  નિર્માણ કર્યા પછી અમેરિકાના નિર્માણમાં રોકાયેલા છીએ. અમારું લક્ષ્ય એમેરિકા પ્રથમ છે.

તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધી ડેમોક્રેટિક પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટી ઊંચા કર, ગુનાખોરી, દેશની સરહદોને જોખમમાં મૂકનાર અને ભ્રષ્ટાચારમાં પથરાયેલી પાર્ટી છે. જ્યારે, રિપબ્લિકન પાર્ટી એ અમેરિકન કાર્યકરો, અમેરિકન પરિવાર અને અમેરિકન ડ્રીમની પાર્ટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.