USA/ ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનું પહેલુ ભાષણ, કહ્યુ – 2021 માં આવશે કોરોનાની વેક્સીન

અમેરિકાની ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું પહેલું ભાષણ જાહેર કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કોરોનાની રસી દેશનાં તમામ લોકોને મળી જશે. શુક્રવારે (13 નવેમ્બર) પોતાના ભાષણમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “બધા અમેરિકનોને આવતા વર્ષે 2021 માં કોરોના વાયરસની રસી મળશે.” ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરની યુ.એસ. ચૂંટણીમાં જો બિડેન સામે […]

Top Stories World
asdq 76 ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનું પહેલુ ભાષણ, કહ્યુ - 2021 માં આવશે કોરોનાની વેક્સીન

અમેરિકાની ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું પહેલું ભાષણ જાહેર કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કોરોનાની રસી દેશનાં તમામ લોકોને મળી જશે. શુક્રવારે (13 નવેમ્બર) પોતાના ભાષણમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “બધા અમેરિકનોને આવતા વર્ષે 2021 માં કોરોના વાયરસની રસી મળશે.” ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરની યુ.એસ. ચૂંટણીમાં જો બિડેન સામે હારી ગયા છે. ચૂંટણી બાદ અમેરિકાનાં આઉટગોઇંગ રાષ્ટ્રપતિનું આ પહેલું ભાષણ છે.

દવા કંપની ફાઇઝરની કોરોના વેક્સીન પર નવીનતમ અપડેટ આપતાં, ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે, આવતા વર્ષે એપ્રિલ 2021 સુધીમાં કોવિડ-19 રસી અમેરિકાની સમગ્ર જનતા માટે ઉપલબ્ધ થઈ જશે. વ્હાઇટ હાઉસનાં રોઝ ગાર્ડનમાંથી સંબોધન કરતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે થોડા અઠવાડિયામાં આ રસી પ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સ, વૃદ્ધ અને ઉચ્ચ જોખમ ધરાવતા અમેરિકનોને આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમારા રોકાણને કારણે અમેરિકાનાં દરેક નાગરિકને ફાઇઝરની નિશુલ્ક કોરોના રસી મળશે. આપને જણાવી દઈએ કે, અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પ્રથમ ભાષણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી હારનો ઇનકાર કર્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રસીનાં આગમનની તારીખ જાહેર કરી હોય. અગાઉ પણ તેમણે ઓક્ટોબર આવવાની વાત કરી હતી. વળી તેમણે એકવાર ડિસેમ્બરમાં રસી આવવાની વાત કરી હતી.

સોમવારે ચૂંટણી યોજાયા બાદ વ્હાઇટ હાઉસની કોરોના વાયરસ વર્કફોર્સની પહેલી બેઠક મળી હતી. ટ્રમ્પે આ બેઠકમાં ભાગ લીધો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ યુ.એસ. માં કોરોના વાયરસનાં 1,00,000 થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે.