Not Set/ તુર્કીની સેનાએ સીરિયાનાં સરહદ શહેરો પર કર્યો કબજો, લાખથી વધુ લોકો ભાગવા મજબૂર

ટર્કીશ સેનાએ સીરિયામાં સીમાનું શહેર કબજે કર્યું છે. સેનાએ શનિવારે એક નિવેદન જારી કરતાં કહ્યું કે તેણે કુર્દિશ લડવૈયાઓ સામે ચાલુ કરેલા અભિયાનના ચોથા દિવસે રાસ અલ-અયન શહેરને ઘેરો ઘાલ્યો હતો. આપને જણાવી દઇએ કે ભારત, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના તમામ દેશોએ તુર્કીની આ સૈન્ય કાર્યવાહીની નિંદા કરી રહ્યું છે. આ પછી પણ તુર્કીએ […]

Top Stories
turky army.jpg3 તુર્કીની સેનાએ સીરિયાનાં સરહદ શહેરો પર કર્યો કબજો, લાખથી વધુ લોકો ભાગવા મજબૂર
ટર્કીશ સેનાએ સીરિયામાં સીમાનું શહેર કબજે કર્યું છે. સેનાએ શનિવારે એક નિવેદન જારી કરતાં કહ્યું કે તેણે કુર્દિશ લડવૈયાઓ સામે ચાલુ કરેલા અભિયાનના ચોથા દિવસે રાસ અલ-અયન શહેરને ઘેરો ઘાલ્યો હતો. આપને જણાવી દઇએ કે ભારત, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના તમામ દેશોએ તુર્કીની આ સૈન્ય કાર્યવાહીની નિંદા કરી રહ્યું છે. આ પછી પણ તુર્કીએ હજી સુધી આ આક્રમક અભિયાનમાંથી પીછેહઠ કરવાના કોઈ સંકેત આપ્યા નથી. અને તુર્કી રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલે પીછે હટ
કરવામાં આવશે નહીં.
turky army.jpg2 તુર્કીની સેનાએ સીરિયાનાં સરહદ શહેરો પર કર્યો કબજો, લાખથી વધુ લોકો ભાગવા મજબૂર
તુર્કીના સંરક્ષણ પ્રધાન અને યુદ્ધ મોનિટર જૂથે અહેવાલ આપ્યો છે કે સેનાએ રાસ અલ-અયનનાં કેન્દ્રને કબજે કરી લીધું છે. સેનાની આ કાર્યવાહી બુધવારે શરૂ થઈ હતી, તુર્કીએ આ તેની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા વર્ણવી છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાથી સેના પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી તુર્કીએ કુર્દિશ લડવૈયાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
turky army.jpg1 તુર્કીની સેનાએ સીરિયાનાં સરહદ શહેરો પર કર્યો કબજો, લાખથી વધુ લોકો ભાગવા મજબૂર

તુર્કીના આક્રમણને કારણે 1,00,000 લોકો સીરિયાના સરહદી વિસ્તારોમાંથી પોતાનાં ઘર, દુકાનો અને મિલકતો છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે. નિષ્ણાંતો કહે છે કે, આ સ્થિતિમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ફરી એકવાર સીરિયા પર પ્રભુત્વ મેળવી શકે છે.  આ સ્થિતિનો લાભ ઉઠાવતા આતંકવાદી સંગઠન ફરી એકવાર માથું ઉંચકી શકે છે.

turky army તુર્કીની સેનાએ સીરિયાનાં સરહદ શહેરો પર કર્યો કબજો, લાખથી વધુ લોકો ભાગવા મજબૂર

દરમિયાન, ફ્રાન્સે તુર્કીની સૈન્ય કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે અને તેમાં શસ્ત્રોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રાન્સના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે અમે આ પ્રતિબંધ લાદ્યો છે કારણ કે તુર્કી પણ સીરિયામાં તેની કાર્યવાહી માટે આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. એટલું જ નહીં, સોમવારે યુરોપિયન દેશોના વિદેશ પ્રધાનોની એક બેઠક પણ છે, જેમાં યુરોપિયન યુનિયન દ્વારા તુર્કીને લઈને કોઈપણ નિર્ણય લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.