ડ્રગ્સ કેસ/ અભિનેતા અરમાન કોહલીની ધરપકડ, લાંબી પૂછપરછ બાદ NCB ની કાર્યવાહી

એક ડ્રગ સંબંધિત કેસના સંબંધમાં અભિનેતાના ઘરે મુંબઈમાં દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અરમાનના ઘરે દરોડા દરમિયાન એનસીબીએ કેટલીક દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

Entertainment
અરમાન કોહલી

અભિનેતા અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી ના ઘરે તાજેતરમાં NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હવે અરમાન કોહલી ની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. તેને સીટી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શનિવાર, 28 ઓગસ્ટના રોજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ એક ડ્રગ સંબંધિત કેસના સંબંધમાં અભિનેતાના ઘરે મુંબઈમાં દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અરમાનના ઘરે દરોડા દરમિયાન એનસીબીએ કેટલીક દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

 

મહત્વનું છે કે, વર્ષ 2018 માં, અરમાનને એક્સાઇઝ વિભાગ દ્વારા 41 બોટલ સ્કોચ વ્હિસ્કી રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. નોધનીય છે કે, કાયદા અનુસાર દારૂની માત્ર 12 બોટલ જ ઘરમાં રાખી શકાય છે, પરંતુ અરમાન પાસે 41 થી વધુ બોટલ મળી આવી હતી. અને તેમાંથી મોટાભાગની વિદેશી બ્રાન્ડની હતી.

તમને જણાવી દઈએ કે અરમાન કોહલીની બોલીવુડ કારકિર્દી એટલી સારી નથી રહી. અરમાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનો પુત્ર છે. પિતાને મળી હતી તેટલી સફળતા તેના પુત્રને મળી શકી નથી. ફિલ્મો ઉપરાંત, અરમાન તેની ગર્લફ્રેન્ડને માર મારવાની ઘટનાને લઇ પણ ચર્ચામાં રહ્યો છે અને તેની હવે ધરપકડ પણ કરવામાં આવી છે.

KBC 15 / આ પરિસ્થિતિમાં ફસાયા BigB,વાપરી આવી યુક્તિ