Tellywood/ બડે અચ્છે લગતે હૈં’ ફેમ નકુલ મહેતા થયો કોરોના સંકર્મિત….

ટીવી એક્ટર નકુલ મહેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે

Entertainment
Untitled 55 બડે અચ્છે લગતે હૈં' ફેમ નકુલ મહેતા થયો કોરોના સંકર્મિત....

   દેશમાં ફરી પાછો કોરોના  ફુફળા મારતો હોય તેવું જોવા  મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને  બૉલીવુડમાં  કોરોના સંકર્મિત  ઘણા લોકો થયા છે ત્યારે  હવે બડે અચ્છે લગતે હૈ’ ફેમ એક્ટર નકુલ મહેતા કોરોના પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આ સાથે ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે પણ જણાવવામાં આવ્યું છે. તેણે એમ પણ કહ્યું છે કે આ સમય દરમિયાન તે સીરિઝ જોઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CXSej7mDFi7/?utm_source=ig_embed&ig_rid=25cf6004-3624-49ef-b585-5aac6a9663f9

ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા નકુલ મહેતાએ કહ્યું કે તે કોરોનાને હરાવી રહ્યો છે. નેટફ્લિક્સ જોઈ રહ્યા છીએ.નકુલ મહેતાની આ પોસ્ટ પછી, કરણ ગ્રોવર, કરણ પટેલ, ગૌતમ રોડે સહિત તમામ સેલેબ્સે કોમેન્ટ કરી અને તેને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

આપને જણાવી દઈએ કે નકુલ મહેતા લાંબા સમય બાદ ટીવી પર પરત ફર્યા છે. તે ‘બડે અચ્છે લગતે હૈં 2’માં જોવા મળ્યો હતો. તે છેલ્લે ‘ઈશ્કબાઝ’માં જોવા મળ્યો હતો.

નકુલ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેના બે મહિનાના પુત્રની પણ સર્જરી થઈ હતી, જેના વિશે અભિનેતાએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેણે અને તેની પત્ની જાનકીએ પોતાના પુત્રનું નામ સૂફી રાખ્યું છે.