Bollywood/ સલમાન ખાનના હમશકલની પોલીસ કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો  

સલમાન ખાનના એક હમશકલની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનનો હમશકલ રસ્તા પર ગમે ત્યાં રીલ બનાવવા લાગે છે.

Trending Entertainment
સલમાન ખાનના હમશકલની

સેલેબ્સ જેટલા હેડલાઈન્સમાં રહે છે, તેમના હમશકલ પણ એટલા જ લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ સલમાન ખાનનો હમશકલ લાઈમલાઈટમાં આવ્યો છે. અહેવાલો અનુસાર, લખનઉ પોલીસે રસ્તા પર શાંતિ ભંગ કરવા બદલ સલમાન ખાનના એક હમશકલની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનનો હમશકલ રસ્તા પર ગમે ત્યાં રીલ બનાવવા લાગે છે. તેને જોવા લોકો એકઠા થાય છે અને આવી સ્થિતિમાં ટ્રાફિક જામ થઈ જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું, સલમાન ખાનનો હમશકલ રસ્તાની વચ્ચે રીલ બનાવવા લાગ્યા અને પોલીસે આવીને તેને કસ્ટડીમાં લીધો છે.

શું છે સમગ્ર મામલો

સલમાન ખાનનો હમશકલ વ્યક્તિ ઘંટાઘરની સડકો પર રીલ બનાવી રહ્યો હતો, જેના કારણે ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. આ ભીડને કારણે જામ થઈ ગયો હતો અને લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડવા લાગી હતી. આ પછી, ત્યાં પહોંચેલી લખનઉ પોલીસે સલમાન ખાનના હમશકલની ધરપકડ કરી અને કલમ 151 હેઠળ ચલણ પણ કાપ્યું.

અગાઉ પણ આવું કૃત્ય કર્યું છે

સલમાન ખાનના આ હમશકલ સાથે આ પહેલીવાર નથી જ્યારે તેણે આવું કૃત્ય કર્યું હોય. આ પહેલા પણ તે રસ્તાઓ પર રીલ બનાવીને લોકોને પરેશાન કરી ચૂક્યો છે. આ કારણે લોકો આ વખતે કંટાળી ગયા છે અને હમશકલ સલમાન ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હમશકલ સલમાન ખાનને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેની ફેન ફોલોઈંગ જોરદાર છે. હમશકલ સલમાનના યુટ્યુબ પર એક લાખ 67 હજાર ફોલોઅર્સ છે અને તે અવારનવાર વીડિયો બનાવે છે અને શેર કરે છે.

આ પણ વાંચો:49 વર્ષીય પાકિસ્તાની સાંસદના ત્રીજા લગ્ન પણ તૂટ્યા!31 વર્ષની નાની પત્નીએ કહ્યું-તે શેતાનથી પણ ખરાબ છે…