Not Set/ ‘ઇશ્કબાઝ’ ફેમ નકુલ મહેતા બનવાનો છે પિતા, પત્ની જાનકી સાથે શેર કર્યો આ વિડીયો

લોકપ્રિય સિરિયલ ‘ઇશ્કબાઝ’ અભિનેતા નકુલ મહેતા પિતા બનવાના છે. તેણે પ્રેગ્નેટ પત્ની જાનકી સાથે વીડિયો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. તે જ સમયે, જાનકીએ ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ઘણા ફોટા પણ શેર કર્યા છે,

Entertainment
a 68 'ઇશ્કબાઝ' ફેમ નકુલ મહેતા બનવાનો છે પિતા, પત્ની જાનકી સાથે શેર કર્યો આ વિડીયો

લોકપ્રિય સિરિયલ ‘ઇશ્કબાઝ’ અભિનેતા નકુલ મહેતા પિતા બનવાનો છે. તેણે પ્રેગ્નેટ પત્ની જાનકી સાથે વીડિયો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. તે જ સમયે, જાનકીએ ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ઘણા ફોટા પણ શેર કર્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે.

નકુલ મહેતાએ પત્ની જાનકી પારેખ સાથેનો એક ક્યૂટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેમના જીવનમાં નવા મહેમાનના આગમનના સમાચાર આપ્યા છે. આ વીડિયોમાં અભિનેતાની પત્ની બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાય છે. સાથે જ નકુલે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘બેસ્ટ ફ્રેન્ડ પછી ગર્લ ફ્રેન્ડ પછી પત્ની અને હવે આ. અમારો પરિવાર મોટો થઈ રહ્યો છે’.

Instagram will load in the frontend.

નકુલ મહેતા અને જાનકીના લગ્ન 8 વર્ષ પહેલા 2012 માં થયા હતા. જાનકી એક ગાયક, વોઇસ-ઓવર કલાકાર અને મંચ પરફોર્મર છે.તેઓએ લગ્ન પહેલાં નવ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જાનકી પારેખ ગાયિકા, પર્ફોમર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. નકુલ મહેતા ટીવી ક્ષેત્રે જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. નકુલે વર્ષ 2012માં સિરીયલ ‘પ્યાર કા દર્દ હૈ, મીઠા-મીઠા પ્યારા-પ્યારા’થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે બોલિવૂડ અને ટીવી દુનિયામાં ઘણા યુગલોના ઘરે કિલકારી ગુંજારવા જઇ રહી છે. અનિતા હસનંદની-રોહિત રેડ્ડી, કરણવીર બોહરા-ટીજે સિદ્ધૂ, કરીના કપૂર ખાન-સૈફ અલી ખાન, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી માતા-પિતા બનવા જઇ રહ્યા છે.