અપહરણ/ સુરતમાં વેપારીના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ, બે રિવોલ્વર જપ્ત

ગુરુવારે કૌમિલ ઘરથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં.

Gujarat Others
a 433 સુરતમાં વેપારીના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ, બે રિવોલ્વર જપ્ત

મળતી માહિતી મુજબ ગુરુવારે કૌમિલ ઘરથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં. અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી હતી. જેમાં સફેદ રંગની સ્કોડા કાર જોવા મળી હતી. જોકે પોલીસે કારનો નંબર જોયો ન હતો.

WhatsApp Image 2021 01 28 at 5.04.38 PM સુરતમાં વેપારીના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ, બે રિવોલ્વર જપ્ત

જણાવીએ કે, ખોજા સમાજના વેપારી અને બેગના હોલસેલરના પુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી.

કૌમિલનું અપહરણ કર્યા બાદ અપહરણકારોએ તેના પિતાના મોબાઇલ પર ફોન કર્યો હતો અને 3 કરોડની ખંડણી માંગી હતી. સવારે 8.30 વાગ્યે ફોન આવ્યો હતો. આ દરમિયાન ખંડણી ન આપવા પર તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

જો કે, પકડાય તેવા ડરથી અપહરણકારો કામરેજ નજીક કૌમિલ છોડીને ફરાર થઈ ગયા હતા. અપહરણકારોની પકડમાંથી છૂટકારો મેળવ્યા બાદ કૌમિલ વરાછા પહોંચ્યો હતો. જ્યાંથી તેણે પરિવારને જાણ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો