Not Set/ કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના સહિત બે આરોપી 8 દિવસના રિમાન્ડ મંજૂર

કટ્ટરવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનના કરાંચીમાં આવેલા હેડ ક્વાર્ટર દાવત-એ-ઈસ્લામી નામના સંગઠન સાથે સંકળાયેલો છે. આ સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ ચલાવી રહી છે.

Top Stories Gujarat
મૌલાના કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના સહિત બે આરોપી 8 દિવસના રિમાન્ડ મંજૂર

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસએ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. રાજ્યભરમાં હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા આ કેસની તપસ ATSને સોંપવામાં આવી હતી. તો આ કેસમાં મોલવી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ત્રણે આરપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.  જ્યાં કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના સહિત બે આરોપી 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, કટ્ટરવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનના કરાંચીમાં આવેલા હેડ ક્વાર્ટર દાવત-એ-ઈસ્લામી નામના સંગઠન સાથે સંકળાયેલો છે. આ સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ ચલાવી રહી છે. આ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેઈનવૉશ કરીને તેમને કટ્ટરવાદી અને હિંસક બનાવવામાં આવી રહ્યાં છે.

મૌલવી કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. આટલું જ નહીં, મૌલાના ગઝવા-એ-હિન્દ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા માટે કામ કરી રહ્યો છે. પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓ સાથે પણ મૌલાનાની સંડવણી હોવાનું ખુલ્યું છે. અગાઉ ત્રિપુરામાં થયેલી હિંસક અથડામણમાં મૌલાના કમરગની ઉસ્માનીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ મૌલવીની પૂછપરછ કરવામાં આવશે.

રીમાન્ડના કારણો:-
(૧) આ કામે પકડાયેલ આરોપી અજીમે આ ગુનામા વપરાયેલ પિસ્ટલ તથા પાંચ કારતૂસો આ ગુનામા અગાઉ પકડાયેલ આરોપી મૌલાના અયુબને આપેલ હતુ જે પિસ્ટલ તથા પાંચ કારતૂસો તે કોની પાસેથી લાવેલ હતો ? તથા તેણે બીજા કોઇ હથિયારો તથા કારતૂસો બીજા કોઇને આપેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.
(૨) આ ગુનાના કાવત્રામા પકડાયેલ આરોપીઓ સિવાય બીજી કોઇ વ્યક્તિઓ સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.
(૩) સદર આરોપી અજીમે આ ગુનામા પકડાયેલ આરોપીઓ મૌલાના અયુબ તથા સબ્બીરને કોઇ ફંડ ફાળો ઉઘરાવી આપેલ છે કે કેમ ? અગરતો કોઇ આર્થિક મદદ કરેલ છે કે કેમ ?
(૪) સદર આરોપી અજીમ અગાઉ આર્મ્સ એક્ટના ગુનામા પકડાયેલ છે. જેથી તેણે બીજા કોઇ હથિયારોનો જથ્થો કે કારતૂસો કોઇ સંતાડી રાખેલ છે કેમ ? તે હકીકત જાણવા સારુ.
(૫) સદર આરોપી અજીમે આ ગુનામા વપરાયેલ તથા કબ્જે થયેલ હથિયારનો ઉપયોગ અગાઉ અન્ય કોઇ ગુનામા કરેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.
(૬) સદર આરોપી અજીમ રાજકોટના જુદા જુદા પો.સ્ટે.મા મર્ડર તથા મારામારી તથા આર્મ્સ એકટ તથા પ્રોહીબીસનના ૧૦ થી ૧૨ જેટલા ગુનાઓમા પકડાયેલ છે તથા પાસા હેઠળ પણ અટકાયત થયેલ છે. જેથી તે ખુબ જ રીઢો અને બનેલો ગુનેગાર હોય ગુનામા પ્રકાશ પાડે તેવી સત્ય હકીકત જણાવતો નથી.
(૭) આ કામે પકડાયેલ આરોપી મૌલવી કમરગની ઉસ્માની નાઓ તહેરીકે ફરોગે ઇસ્લામ નામની સંસ્થા ચલાવે છે અને ભારતમા જુદા જુદા શહેરોમા ફરીને મીટીંગો કરી મુસ્લીમોને ઇસ્લામ વિરૂધ્ધ તથા નબી વિરૂધ્ધ ગુસ્તાખી કરનારાઓને તથા મોબ બ્લીચીંગ કરનારાઓને પાઠ ભણાવવા ઉશ્કેરણી કરે છે જેથી તેઓ ગુજરાતમા કયા કયા શહેરોમા કઇ કઇ જગ્યાએ ક્યારે કયારે મીટીંગો કરેલ હતી અને કોણે કોણે હાજરી આપેલ હતી? તે હકીકત જાણવા સારુ.
(૮) આ કામે પકડાયેલ આરોપી મૌલવી કમરગની ઉસ્માની નાઓએ ઇસ્લામ તથા નબી વિરૂધ્ધ ટીપ્પણી કરનારાઓને શબક શીખવાડવા માટે ભારતમાંથી કે વિદેશથી કોઇ ફંડીંગ મેળવેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.
(૯) આ કામે પકડાયેલ આરોપી મૌલવી કમરગની ઉસ્માની નાઓ માહે નવેમ્બર ૨૦૨૧ મા ત્રિપુરાના પાણી સાગર પો.સ્ટે.મા લોકોને ઉશ્કેરણી કરવા બાબતે પકડાયેલ છે અને તે ગુનામા જામીન ઉપર છુટેલ છે. તેઓ ભણેલા ગણેલા અને હોંશીયાર હોય આ ગુના સબંધે સત્ય હકીકત છુપાવે છે.
(૧૦) આ કામે પકડાયેલ આરોપી મૌલવી કમરગની ઉસ્માની નાઓ આ ગુનામા પકડાયેલ આરોપીઓ મૌલાના અયુબ તથા સબ્બીર સાથે ઘણા સમયથી સંપર્કો ધરાવે છે જેથી તેઓને સાથે રાખી ગુના સબંધે પુછપરછ કરવા સારુ.
(૧૧) આ કામે પકડાયેલ આરોપી મૌલવી કમરગની ઉસ્માની નાઓની સંસ્થા તથા તેઓના બેંક સ્ટેટમેન્ટ મંગાવી તેના વ્યવહારો બાબતે પુછપરછ કરવા સારુ.
(૧૨) આ કામે પકડાયેલ આરોપી મૌલવી કમરગની ઉસ્માની નાઓએ ઇસ્લામ તથા નબીની ગુસ્તાખી કરનાર બીજા કયા કયા માણસોની કત્લ કરવા કોને કોને ઉશ્કેરણી કરેલ છે ? તે હકીકત જાણવા સારુ.
(૧૩) સદર આરોપી અજીમે પોતાના મોબાઇલનુ સીમકાર્ડ તોડીને ફેંકી દીધેલાનુ જણાવેલ છે જેથી તે સીમકાર્ડ બાબતે તેને સાથે રાખી તપાસ કરવા સારુ.
(૧૪) સદર બન્ને આરોપીઓ કોઇ ઇસ્લામિક કટ્ટરપંથી સંસ્થા કે પ્રતિબંધીત ભારત વિરોધી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.

ગરુડ પુરાણ /  ગરુડ પુરાણમાં અનેક નરકોનો ઉલ્લેખ છે, જાણો ક્યા કર્મ માટે મળે છે કેવી સજા

આસ્થા / ભાગ્યશાળી લોકોની આંગળીઓ પર હોય છે આ ખાસ નિશાન, નામની સાથે ખ્યાતિ પણ મેળવે છે

Life Management / સર્કસમાં હાથીઓને પાતળા દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તે આશ્ચર્યજનક હતું…કારણ જાણીને બધા ચોંકી ગયા

આસ્થા / 2 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગુપ્ત નવરાત્રિ, 19 વર્ષ બાદ રચાશે સૂર્ય-શનિનો વિશેષ યોગ, મળશે ગુપ્ત સિદ્ધિઓ