સુરેન્દ્રનગર/ પાટડી પથંકના એરંડા ચોરીના બે આરોપીઓ 143 મણ એરંડાના મુદામાલ સાથે ઝડપાયા

પાટડી તાલુકાના વણોદ ગામના પટેલ શખ્સના ખેતરમાંથી એરંડાની 42 બોરીઓ ચોરી થયાની પોલિસ ફરીયાદ દસાડા પોલિસ મથકે નોંધાઇ હતી. ત્યારે આ એરંડા ચોરી કેસના નાસતા ફરતા બે આરોપીઓને બજાણા પોલિસે 143 મણ એરંડાના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બજાણા પોલિસે રૂ. 1.40 લાખની એરંડાની 39 બોરીઓ સાથે બે આરોપીઓ ઝડપ્યા હતા. પાટડી તાલુકાના વણોદ ગામના […]

Gujarat Others
Untitled 284 પાટડી પથંકના એરંડા ચોરીના બે આરોપીઓ 143 મણ એરંડાના મુદામાલ સાથે ઝડપાયા

પાટડી તાલુકાના વણોદ ગામના પટેલ શખ્સના ખેતરમાંથી એરંડાની 42 બોરીઓ ચોરી થયાની પોલિસ ફરીયાદ દસાડા પોલિસ મથકે નોંધાઇ હતી. ત્યારે આ એરંડા ચોરી કેસના નાસતા ફરતા બે આરોપીઓને બજાણા પોલિસે 143 મણ એરંડાના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બજાણા પોલિસે રૂ. 1.40 લાખની એરંડાની 39 બોરીઓ સાથે બે આરોપીઓ ઝડપ્યા હતા.

પાટડી તાલુકાના વણોદ ગામના બળદેવભાઇ પોપટભાઇ પટેલ દ્વારા ગામમાં આવેલી ઉમીયા જીનમાં પાક ચોખ્ખો કરવાનું કામ કરવામાં આવે છે. અહીં ગામના અન્ય ખેડૂતો પણ એરંડા ચોખ્ખા કરવા માટે લાવે છે. અહીં મનુભાઇ હેમાભાઇ પટેલ આ પાકને લાઇટથી થ્રેસર ચલાવી ચોખ્ખા કરે છે. અહીંયા ગામના ખેડૂતોનો એરંડાનો પાક પડ્યો હતો ત્યારે રાત્રીના અંધારામાં અજાણ્યા ઇસમો અહીંથી એરંડાની બોરીઓ ચોરી કરીને લઇ ગયા હતા. આ બનાવ અંગે એરંડા ભરેલી બોરીઓ નંગ- 42માં ભરેલા એરંડા મણ 147, કિંમત રૂ. 1,40,000ની ચોરી થયાની દસાડા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.

આ ચોરી કેસના આરોપીઓ પાછલા ઘણા સમયથી નાસતા ફરતા હતા. આ બનાવ અંગે બજાણા પોલિસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા, પી.એન.ઝાલા, શૈલેષભાઇ, સંદીપભાઇ અને કીરીટભાઇ સહિતના બજાણા પોલિસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન અા કેસના નાસતા ફરતા આરોપીઓ યુનુશખાન ઉર્ફે કડકો કેસરખાન જતમલેક તથા ખાનજી જીવાજી જતમલેક (રહે-શેડલા,તા.પાટડી) ને માલવણ ચોકડી પાસે આવેલી ભાગ્યોદય હોટલેથી પકડી પાડી સઘન પુછપરછ કરતા એમણે વણોદ ગામની સીમમાંથી આશરે 143 મણ એરંડાની ચોરી કરી હોવાનું કબુલતા બજાણા પોલિસે રૂ. 1.40 લાખની એરંડાની 39 બોરીઓ સાથે બે આરોપીઓ ઝડપી પાડ્યાં હતા. આ કેસમાં રૂ.1,40,000/- નો 142 મણ એરંડાની ચોરીનો ગુનો દાખલ થયો હતો. એ તમામ મુદ્દામાલ બજાણા પોલીસ દ્વારા રીકવર કરવામાં આવી આ કેસની આગળની તપાસ દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા ચલાવી રહ્યાં છે.