અમદાવાદ/ અસલાલી પાસેથી મળ્યા બે મૃતદેહ, એક ઝાડ પર લટકતો તો બીજો તળાવમાંથી મળતા ચકચાર

અજાણ્યા શખ્સના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે, એક મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો તો બીજો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
મૃતદેહ
  • અમદાવાદમાંથી મળ્યા બે શખ્સના મૃતદેહ
  • અસલાલી પાસેથી અજાણ્યા શખ્સના મૃતદેહ મળ્યા
  • એક મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો
  • અન્ય બીજો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો
  • બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

અમદાવાદના અસલાલીમાંથી બે મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અહીં અજાણ્યા શખ્સના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે, એક મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો તો બીજો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી, બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર

અમદાવાદના ગ્રામ વિસ્તારમાં આવેલ અસલાલીમાં બે મૃતદેહો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. જેમાં એકનો મૃતદેહ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. જ્યારે બીજો મૂતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. જેથી પોલીસે બંન્ને મૃતદેહને પીએમ માટે મોકલી આપી તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝાડ પરથી મળી ફાંસોખાધેલી હાલતમાં મળી આવેલ યુવક ટ્રક ડ્રાઈવર હોવાનું અને તેનુ નામ બુધારામ મુલચંદ ઝાટ હોવાનું સામે આવ્યું હતું.આ અંગે પોલીસે બંન્ને મૃતકોના પરીવારને જાણ કરી વધુ તપાસ હાથધરી છે સાથે પીએમ રીપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો :આણંદના ઠક્કર ખમણવાળાની પત્નીનો બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ, ભાઈએ જતવી હત્યાની આશંકા

આ પણ વાંચો :કામરેજ પાસે શિકારની શોધમાં નીકળ્યા 2 દીપડા, ટ્રકની અડફેટે આવતા નિપજ્યું મોત

આ પણ વાંચો :જામનગરમાં ડે.કમિશનર એ.કે.વસ્તાણી કોરોના સંક્રમિત

આ પણ વાંચો :રાજકોટ શહેર પોલીસમાં કોરોનાનો ઓછાયો,44 થી વધુ કોરોના સંકર્મિત થયા