Not Set/ જામનગરમાં ઇન્ડોનેશિયાથી ઓક્સિજનના બે કન્ટેનર લાવવામાં આવ્યા

ઇન્ડોનેશિયાથી ઓક્સિજન જથ્થો આવી પહોચ્યો

Gujarat
airforce જામનગરમાં ઇન્ડોનેશિયાથી ઓક્સિજનના બે કન્ટેનર લાવવામાં આવ્યા

કોરોનાના લીધે દેશની હાલત અતિ ગંભીર છે .ઓક્સિજનની સતત અછતના લીધે કોરોનાના દર્દીઓ મરી રહ્યા છે .આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દેશના અન્ય રાજ્ય અને  વિદેશથી ઓક્સિજનનો જથ્થો મગાવામાં આવી રહ્યો છે. જેમાં સોમવારે સાંજે બે કન્ટેનર ઓક્સિજનના ઇન્ડોનેશિયાના જાકાર્તાથી લાવવામાં આવ્યા છે.હાલ દેશમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે સેકન્ડ વેવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને લીધે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જેને લઈને વિદેશમાંથી પણ ઓક્સિજન દેશમાં આવી રહ્યો છે. જામનગર એરફોર્સ ખાતે સાંજના સમયે બે કન્ટેનર ઓક્સિજનના ઇન્ડોનેશિયાના જાકાર્તાથી લાવવામાં આવ્યા  રિલાયન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. છતાં પણ ઓક્સિજનની ઘટ ન થાય તે માટે વિદેશથી પણ ઓક્સિજનની આયાત કરવામાં આવી રહી છે.

રિલાયન્સ દ્વારા જામનગર સહિત દેશના તમામ રાજ્યોમાં ઓક્સિજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે પરતું ઓક્સિજનની જરીરૂયાત દિનપ્રતિદિન વધી રહી છે. તેના માટે વિદેશથી ઓક્સિજનની આવી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે  ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ઓક્સિજન  પહોંચાડવામાં આવી રહ્યો છે. છતાં પણ ભારતમાં જે પ્રકારે કોરોનાની મહામારી છે. તેને લઈ વિદેશમાંથી પણ મદદ આવી રહી છે અને મદદના ભાગરૂપે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઇન્ડોનેશિયાના જાકાર્તાથી બે કન્ટેનર ઓક્સિજનના આવી પહોંચ્યા છે. જોકે એરફોર્સ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ એરફોર્સના ફેસબુક પેજ પર સમગ્ર વિગત આપવામાં આવી છે.