Gujarat-Education-Emotional Moments/ ગુજરાતના શિક્ષણ જગતના બે જુદાં-જુદાં દ્રશ્યો, એકબાજુએ લાંછન તો બીજી બાજુએ ગૌરવ

ગાંધીનગર ગુજરાતના શિક્ષણ જગતના બે જુદાં-જુદા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુએ ક્યાંક લાંછન તો ક્યાંક શિક્ષકની વાહવાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુએ શિક્ષણ જગતને લજવતી ઘટના છે અને બીજી બાજુએ સન્માનની ઘટના છે.

Gujarat Top Stories Others Breaking News

Gandhinagar News: ગાંધીનગર ગુજરાતના શિક્ષણ જગતના બે જુદાં-જુદા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુએ ક્યાંક લાંછન તો ક્યાંક શિક્ષકની વાહવાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુએ શિક્ષણ જગતને લજવતી ઘટના છે અને બીજી બાજુએ સન્માનની ઘટના છે.

દાહોદમાં આચાર્યની શિક્ષણ જગતમાં લાંછનની ઘટના છે. બનાસકાંઠામાં શિક્ષકને સન્માનના અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. થરાદના પઠામડા ગામમાં અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. ત્રણ શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા હતા. વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ભારે હૈયે શિક્ષિકાઓને વિદાય આપી હતી. વિદાય લેતી શિક્ષિકાઓ પણ ચોંધાર આંસુએ રડ્યા હતા.

દીકરીને બાપ આપે એ રીતે શિક્ષિકાઓને વિદાય આપવામાં આવી હતી. રાત્રે બાળકો રુદન વચ્ચે ભૂખ્યા સૂઈ ગયા હતા. બાળકોના વાલી અને શિક્ષિકાઓ વચ્ચે લાગણીના સંબંધ હતા. તેનાથી વિપરીત ગુજરાતમાં એકબાજુએ દાહોદમાં આચાર્યએ છ વર્ષની બાળકી પર બળાત્કારના પ્રયાસ કર્યાનો અને પછી તેની હત્યા કર્યાનો શિક્ષણ જગત પર લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

તેનાથી શિક્ષણ જગત શર્મસાર થઈ ગયું હતું. તેના લીધે ગુજરાતના શિક્ષણ જગતને શરમની લાગણી અનુભવી હતી. શાળાના આચાર્ય જેવી વ્યક્તિ છ વર્ષની બાળકી માટે પિતાતુલ્ય હોય, પિતાની તો વાત જવા દો એક સામાન્ય માણસ કે શિક્ષક જેવું પણ વર્તન દાખવવામાં તે નિષ્ફળ ગયા. તેના પગલે શિક્ષણ જગતને શર્મસાર કરતો આ બનાવ બન્યો હતો.

તેનાથી વિપરીત ઘટના દાહોદમાં જોવા મળી હતી. અહીં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો વચ્ચે લાગણીના તંતુએ બંધાયેલા સંબંધો જોવા મળ્યા હતા. સંબંધોનું નવું જ સ્વરૂપ અને ભાવભર્યો અનોખો વ્યવહાર જોવા મળ્યો હતો. બાળકોનું શિક્ષિકાઓ સાથે જોડાણ એટલું થઈ ગયું હતું કે તેઓએ રાત્રે ખાધુ પણ ન હતુ અને ભૂખ્યા સૂઈ ગયા હતા. આ બાબત તે ચાણક્યની તે ઉક્તિને સાચી ઠેરવે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન છેતરપિંડી

આ પણ વાંચો: કાંકરેજ MLA અમૃતજી ઠાકોરે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર, શાળાના કેટલાક શિક્ષકો બન્યા ભાજપના સભ્ય

આ પણ વાંચો: શિક્ષકને ચાલુ ટ્રેનમાં મોબાઈલ ખેંચી નીચે પટકતા પગ ગુમાવવો પડ્યો