ahmedabad/ સોલા સિવિલનાં બે ડોક્ટરો 8 લાખની લાંચ લેતા ACBની ઝપટમાં

કોવિડ-૧૯ અંંગે સોલા સિવિલ હોસ્પિટલમાંં દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફનાં  માટે ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ શ્રી, સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર થતા જે ઓર્ડર આધારે ફરીયાદીનાં ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડેલ. જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ […]

Ahmedabad Top Stories Gujarat
bribe ahd civil સોલા સિવિલનાં બે ડોક્ટરો 8 લાખની લાંચ લેતા ACBની ઝપટમાં

કોવિડ-૧૯ અંંગે સોલા સિવિલ હોસ્પિટલમાંં દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફનાં  માટે ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ શ્રી, સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર થતા જે ઓર્ડર આધારે ફરીયાદીનાં ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડેલ. જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦ મંજૂર કરવા માટે પ્રથમ ૩૦% લેખે લાંચની આરોપી ડોક્ટરોએ માંગણી કરેલ,

રકઝકના અંતે ૧૬% લેખે રૂ.૧૬,૦૦,૦૦૦માં પતાવટ નક્કી કરેલ હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂ.૧૦,૦૦,૦૦૦ લઇ લીધેલ તથા બાકીના રૂ.૬,૦૦,૦૦૦ તથા ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા રૂ.૨,૦૦,૦૦૦ ની લાંચ માંગેલ હતી, એમ મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓ (૧) ડૉ. શ્રી ઉપેન્દ્ર ભાઇ ગોપાલભાઇ પટેલ, મેડીકલ ઓફિસર (ઇન્ચાર્જ આર. એમ. ઓ),વર્ગ-૨, સોલા સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ. અને (૨). ડૉ. શ્રી શૈલેષકુમાર ચેલાભાઇ પટેલ, મેડીકલ ઓફિસર, (ઇન્ચાર્જ વહીવટી અધિકારી), વર્ગ-૨, સોલા સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ. એકબીજાની મદદગારી કરી આરોપી.નં.૧ એ સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી પાસેથી રૂ.૮,૦૦,૦૦૦ ની રોકડ સ્વીકારી બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા આચર્યો. બન્ને આરોપીઓને ડીટેઈન કરી કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવી ધરપકડ કરવામાં આવી છે.