Not Set/ અઢી વર્ષની બાળકીને તેના મા-બાપની હાજરીમાં અજાણી મહિલા ઉઠાવીને લઇ ગઇ, જાણો

દેશમાં ધીરે ધીરે ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં જામનગરમાં ભર રસ્તા પરથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થઇ જતાં સનસનાટી મચી જવા પામી છે. જામનગરમાં ઘનશ્યામભાઇ નામના યુવક પત્ની અને બાળકો સાથે રવિવારે સાંજે ફરવા માટે લાખોટા તળાવે આવ્યા હતા. ઘનશ્યામભાઇ સાથે તેમની અઢી વર્ષની પુત્રી જીયા પણ હતી. જ્યા એક એવી ઘટના […]

Top Stories Gujarat Others
Jamnagar Sandesh 1 અઢી વર્ષની બાળકીને તેના મા-બાપની હાજરીમાં અજાણી મહિલા ઉઠાવીને લઇ ગઇ, જાણો

દેશમાં ધીરે ધીરે ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં જામનગરમાં ભર રસ્તા પરથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થઇ જતાં સનસનાટી મચી જવા પામી છે. જામનગરમાં ઘનશ્યામભાઇ નામના યુવક પત્ની અને બાળકો સાથે રવિવારે સાંજે ફરવા માટે લાખોટા તળાવે આવ્યા હતા. ઘનશ્યામભાઇ સાથે તેમની અઢી વર્ષની પુત્રી જીયા પણ હતી. જ્યા એક એવી ઘટના બનવા પામી જેના કારણે જીયા પોતાના માતા-પિતાથી અલગ થવાની હતી. સુત્રોનું કહેવુ છે કે, લાખોટા તળાવનાં ગેટ નં.4 પરથી અનેક લોકોની હાજરીમાં જીયાને કોઇ અજાણી મહિલા ઉપાડી ગઇ હતી.

Jamnagar Main Photo Sandesh 1 અઢી વર્ષની બાળકીને તેના મા-બાપની હાજરીમાં અજાણી મહિલા ઉઠાવીને લઇ ગઇ, જાણો

પોતાની અઢી વર્ષની બાળકી અચાનક ગૂમ થઇ જતા ઘનશ્યામભાઇએ જામનગર સિટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદનાં આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીયાને કોઇ મહિલા લઇ જાય છે તેના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હતા. ઘનશ્યામભાઇ તેમની પત્ની,પુત્રી જીયા અને ચાર વર્ષનાં પુત્ર સાથે  રવિવારે સાંજે 6.30 વાગ્યે લાખોટા તળાવની પાળે આવ્યા હતા. આ દરમિયાન ઘનશ્યામભાઇનો પુત્ર દોડવા લાગતા તેમની પત્નિ તેની પાછળ દોડી હતી. જો કે તે પછી તેમણે જોયું તો જીયા ગાયબ થઇ ગઇ હતી. જીયા ગાયબ થતાં તેને શોધવા માટે માતા-પિતાએ ધમપછાડા કર્યા હતા. જો કે એ પછી પણ જીયા નહીં મળતા તેમણે 100 નંબરમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી અને સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવીમાં મહિલાની એક આંગળીએ જીયા જોવા મળે છે અને બીજી આંગળીએ એક બાળક જોવા મળી રહ્યો છે. દુપટ્ટો ઓઢેલી અને બ્લેક ડ્રેસ પહેરેલી આ મહિલા શ્યામવર્ણી હતી. પોલીસે અપીલ કરતા જણાવ્યું હતું કે, આ બાળકી મળે તો 9377777897 નંબર પર અને જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રૂમ 0288-2550200 પર જાણ કરવા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.