Not Set/ સુરતમાં મ્યુકોરમાઈકોસીસ બીમારીથી વધુ બે દર્દીઓના થયા મોત

કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે ફંગસના કેસોએ ચિંતા વધારી છે. કોરોના સંક્રમણની સારવાર લઈ સાજા થતા દર્દીઓમાં હવે મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધારે રહે છે. નાક, આંખ અને બાદમાં […]

Gujarat Surat
mucor advisery 2 સુરતમાં મ્યુકોરમાઈકોસીસ બીમારીથી વધુ બે દર્દીઓના થયા મોત

કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે ફંગસના કેસોએ ચિંતા વધારી છે.

કોરોના સંક્રમણની સારવાર લઈ સાજા થતા દર્દીઓમાં હવે મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધારે રહે છે. નાક, આંખ અને બાદમાં મગજ પર અસર કરતા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની વિવિધ વિભાગના નિષ્ણાત તબીબો સારવાર કરી રહ્યાં છે.

સુરતમાં પણ મ્યુકોરમાઇકોસિસએ માથું ઊંચક્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના 38 વર્ષીય ચેતન અને સુરતના વેલાન્જાના 60 વર્ષીય લીલાબેનનું મ્યુકોરમાઇસોસિસના કારણ મોત નીપજ્યું છે. આ બંને દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.સુરતમાં મ્યુકોરમાઇકોસિસના આજે બે દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆક 10 થયો છે.