Vaccine/ વડોદરામાં વધુ બે સફાઇકર્મીઓને વેક્સિનની થઇ આડઅસર

ગુજરાતમાં રસીકરણનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. ત્યારે આ રસીકરણમાં મોટા પ્રમાણમાં ફ્રન્ટ લાઇન લોરિયર્સ ભાગ લઇ રહ્યા છે.

Gujarat Vadodara
a 35 વડોદરામાં વધુ બે સફાઇકર્મીઓને વેક્સિનની થઇ આડઅસર
  • વડોદરામાં કોરોના વેક્સિનીની આડઅસર
  • વધુ બે સફાઇકર્મીને વેક્સિનની આડઅસર
  • વોર્ડ 9ના બે સફાઇકર્મીને વેક્સિનની આડઅસર
  • બે સફાઇકર્મીએ રસી લીધા બાદ તબિયત લથડી
  • નરહરિ (ખાનગી) હોસ્પિટલમાં દાખલ કરાયાં
  • પરિવારજનોએ કર્યા વેક્સિનના આડઅસરના આક્ષેપ
  • ગઇકાલે જીગ્નેશ સોલંકી નામના કર્મીનું થયું હતું મોત

ગુજરાતમાં રસીકરણનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. ત્યારે આ રસીકરણમાં મોટા પ્રમાણમાં ફ્રન્ટ લાઇન લોરિયર્સ ભાગ લઇ રહ્યા છે. આ વચ્ચે વડોદરાથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, વડોદરામાં વેક્સિનની આડઅસરનાં કારણે બે સફાઇકર્મીઓની તબિયત લથડી હોવાના અહેવાલ છે. આ સફાઇકર્મી વોર્ડ નંબર 9 નાં હોવાનુ સામે આવ્યુ છે. આ બે સફાઇકર્મીઓની તબિયત લથડતા બન્નેને નરહરી (ખાનગી) હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ સફાઇકર્મીઓનાં પરિવારજનોએ વેક્સિનની આડઅસર થઇ હોવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે એટલે કે રવિવારનાં રોજ જીગ્નેશ સોલંકી નામનાં સફાઇકર્મીનું વેક્સિન લીધા બાદ મોત થયુ હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો.

PROJECT: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો UP ખાતે 100 મેગાવોટનો સોલર પ્લાન્ટ કાર્યરત

Ahmedabad: મણીનગરમાં બાળકીને ત્યજનાર મહિલા ઝડપાઈ, બાળકીનાં માતા-પિતા હજુ પોલીસ પકડથી દૂર

Vaccine: કલેકટર, વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક દ્વારા કોરોના વેકસિન લઇ પ્રેરક પહેલ કરાઇ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો