ટ્રેન અકસ્માત/ વાપી સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે બે મુસાફરોના મોત

વાપી રેલ્વે સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે 10.15 વાગ્યાની આસપાસ બની હતી. માર્યા ગયેલા બંને વ્યક્તિઓ સગા-સંબંધી હતા

Gujarat Others
વાપી રેલ્વે સ્ટેશન

વલસાડ જીલ્લાના વાપી રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા બે લોકોના સ્પીડમાં આવતી ટ્રેનની ટક્કરથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી છે.

વાપી રેલ્વે સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે 10.15 વાગ્યાની આસપાસ બની હતી. માર્યા ગયેલા બંને વ્યક્તિઓ સગા-સંબંધી હતા અને પટના જતી ટ્રેનમાં ચઢવાના હતા.

“બાંદ્રા ટર્મિનસ-પટના ટ્રેન સામાન્ય રીતે મુસાફરોથી ખીચોખીચ ભરેલી હોય છે અને ટ્રેન વાપી સ્ટેશન પર માત્ર પાંચ મિનિટ માટે ઉભી રહે છે. બે મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચવા માટે ખોટી દિશામાં પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે તેઓને ઝડપભેર ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે ટક્કર મારી હતી. આ ટ્રેન વાપી સ્ટેશન પર ઉભી રહી નથી.”

આ અકસ્માતમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને વાપીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો:બગસરામાં 5 વર્ષની બાળકીને ઉપાડી જઈ સિંહે ફાડી ખાધી, ગ્રામજનોએ કરી આ માંગ