Not Set/ અમદાવાદ : આ રસ્તાઓ રહેશે ૧૮ મહિના બંધ

અમદાવાદ, જ્યારે શહેરીજનોને કોઈ સુવિધા જોઈતી હોય તો થોડો સમય મુશ્કેલી તો વેઠવી જ પડે છે. અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.  તે અનુસાર અમદાવાદમાં આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આજથી 18 મહિના સુધી આ રસ્તાઓ બંધ રહેશે. માટે આ રસ્તાઓ પર ભૂલથી પણ ન જશો. નહિં તો તમારા ડેસ્ટિનેશન પર […]

Gujarat
ahmedabad metro 759 અમદાવાદ : આ રસ્તાઓ રહેશે ૧૮ મહિના બંધ

અમદાવાદ,

જ્યારે શહેરીજનોને કોઈ સુવિધા જોઈતી હોય તો થોડો સમય મુશ્કેલી તો વેઠવી જ પડે છે. અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.  તે અનુસાર અમદાવાદમાં આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આજથી 18 મહિના સુધી આ રસ્તાઓ બંધ રહેશે. માટે આ રસ્તાઓ પર ભૂલથી પણ ન જશો. નહિં તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચવામાં મુશ્કેલી તો પડશે. અને સમય બગડશે તે અધુરામાં પૂરું.

મેટ્રો રેલની કામગીરીને લઈને ચારથી વધું મોટા રોડ બંધ કરવામાં આવ્યા છે.

જેમાં નારણપુરા ક્રોસિંગથી નવજીવન પ્રેસ સુધીનો રોડ બંધ રહેશે. આ 18 મહિના સુધી આ રોડ બંધ રહેશે.

આ ઉપરાંત કોમર્સ સ્ટેડિયમ અને વિજય ચાર રસ્તા રોડને નો પાર્કિગ ઝોનમાં સામેલ કરવામાં આવ્યો છે. વિજય ચાર રસ્તા અને કોમર્સ ચાર રસ્તાનો ઉપયોગ માત્ર સ્થાનિક રહિશો માટે જ કરવા દેવામાં આવશે.

સાબરમતીમાં પણ કામ ચાલતું હોવાથી AEC સર્કલથી ચીમનભાઈ બ્રીજ સુધીનો માર્ગ ૧ વર્ષ માટે એકમાર્ગીય જ ચાલુ રહેશે.

આ બંને માર્ગો પર સરકારી વાહનો સિવાય અન્ય કોઈ વાહનો પાર્ક નહિં કરી શકાય. મા આનંમયી ચોકથી ચિરાગ મોટર્સ ચાર રસ્તાનો એક  સાઈડનો રોડ બંધ રહેશે. આ એક સાઈડનો રોડ આગામી 12 મહિના બંધ રહેશે. બેઝમેન્ટ પાર્કિંગના વ્યવસાયિક હેતુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

માટે આ રસ્તાઓ પર ભૂલથી પણ ન જશો. નહિં તો  પહોંચવામાં મુશ્કેલી તો પડશે  અને સમય બગડશે તે અધુરામાં પૂરું.