Not Set/ પશ્ચિમ બંગાળમાં બે જૂથ વચ્ચે અથડામણ, ગોળી અને દેશી બોમ્બ ફેંકાતા 2 લોકોનાં થયા મોત

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે એકવાર ફરી હિંસક ઘટનાથી પશ્ચિમ બંગાળ ધ્રૂજી ઉઠ્યુ છે. જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા કિસ્સાઓ બંગાળમાં બન્યા હતા. આ ઘટનામાં બે જૂથો વચ્ચે હાથાપાઈમાં મોટી સંખ્યામાં ગોળીબારી થઇ અને દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા. આ હિંસક અથડામણમાં ગોળી લાગવાથી 2 લોકોનું […]

India
dc cover c52mjcvd4m1uhbss0aqjsopmm3 20160530182505 1560580144 પશ્ચિમ બંગાળમાં બે જૂથ વચ્ચે અથડામણ, ગોળી અને દેશી બોમ્બ ફેંકાતા 2 લોકોનાં થયા મોત

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે એકવાર ફરી હિંસક ઘટનાથી પશ્ચિમ બંગાળ ધ્રૂજી ઉઠ્યુ છે. જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા કિસ્સાઓ બંગાળમાં બન્યા હતા. આ ઘટનામાં બે જૂથો વચ્ચે હાથાપાઈમાં મોટી સંખ્યામાં ગોળીબારી થઇ અને દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા. આ હિંસક અથડામણમાં ગોળી લાગવાથી 2 લોકોનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના નોર્થ 24 પરગનાનાં ભટપારાની છે. અથડામણ એ સમયે થઇ જયારે ભટપારામાં એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાંટન કરવામાં આવી રહ્યું હતું.

1560577110 bengalviolencePTI પશ્ચિમ બંગાળમાં બે જૂથ વચ્ચે અથડામણ, ગોળી અને દેશી બોમ્બ ફેંકાતા 2 લોકોનાં થયા મોત

જાણકારી મુજબ પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાંટનની વચ્ચે કોઈ કારણોસર બે જૂથો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઈ. તે વચ્ચે અચાનક ગોળીબારી પણ શરૂ થઇ ગઈ અને બોમ્બ પણ ફેંકાવા લાગ્યા. મળી રહેલી જાણકારી મુજબ ગોળીબારીમાં બે માણસોનાં મૃત્યુ થયા છે, જયારે ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી મુજબ જણાવી દઈએ કે, આ હિંસા હિંદુ-મુસ્લિમનાં વચ્ચે થઇ. જે ભટપારામાં ચૂંટણીનાં સમય થી જ ચાલી રહી છે જે હજુ સુધી બંધ થઇ નથી. ત્યારે આ જ મુદ્દે લોકોનું કહેવું છે કે અથડામણ રોકવા માટે પોલીસે આંસુ ગેસનો ઉપયોગ કર્યો હતો અને ગોળીઓ પણ ચલાવી, જો કે પોલીસે આ વાતને સ્વીકારી નથી.

bomb 3 પશ્ચિમ બંગાળમાં બે જૂથ વચ્ચે અથડામણ, ગોળી અને દેશી બોમ્બ ફેંકાતા 2 લોકોનાં થયા મોત

જણાવી દઈએ કે, આ પહેલા પણ પશ્ચિમ બંગાળમાં હિંસાની ખબરો સામે આવી છે, ત્યારે બુધવાર એટલે કે,19 જૂને પશ્ચિમ બંગાળનાં કૂચબિહારમાં એક ભાજપનાં કાર્યકર્તાની મોતનો મુદ્દો સામે આવ્યો છે. ભાજપે આ હત્યા મામલે શાસન કરતી તૃણમૂળ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. વળી મૃતક કાર્યકર્તાની ઓળખ આનંદ પાલનાં રૂપમાં કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.