Not Set/ કાવડિયોને લઇને જઇ રહેલુ વાહન બન્યુ દુર્ઘટનાનું શિકાર, 2 લોકોનાં મોત અન્ય ઘાયલ

કાનપુરનાં બિલ્હૌર થાના વિસ્તારનાં અરૌલમાં ભયાનક દુર્ઘટના થઇ હોવાનું સામે આવી રહ્યુ છે. કાવડિયોને લઇને જઇ રહેલી ટ્રોલી પલટી જવાથી 2 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જેમા ઘણા લોકોની હાલત અતિગંભીર હોવાનુ બતાવવામાં આવી રહ્યુ છે. આ દુર્ઘટના ટ્રેકર ટ્રોલી પલટી જવાના કારણે ઘટી છે. […]

Top Stories India
kawadiya કાવડિયોને લઇને જઇ રહેલુ વાહન બન્યુ દુર્ઘટનાનું શિકાર, 2 લોકોનાં મોત અન્ય ઘાયલ

કાનપુરનાં બિલ્હૌર થાના વિસ્તારનાં અરૌલમાં ભયાનક દુર્ઘટના થઇ હોવાનું સામે આવી રહ્યુ છે. કાવડિયોને લઇને જઇ રહેલી ટ્રોલી પલટી જવાથી 2 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જેમા ઘણા લોકોની હાલત અતિગંભીર હોવાનુ બતાવવામાં આવી રહ્યુ છે. આ દુર્ઘટના ટ્રેકર ટ્રોલી પલટી જવાના કારણે ઘટી છે. દુર્ઘટનામાં બે લોકોનાં મોત થઇ ગયા છે અને આ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે.

કોણ છે આ કાવડિયા

દર વર્ષે શ્રાવણના મહિનામાં લાખોની સંખ્યામાં લોકો સમગ્ર ભારતમાંથી કાવડમાં ગંગાજળ લઈને પદયાત્રા કરીને ભગવાન ભોળાનાથના મંદિરમાં જઈને તેમના પર જળ અર્પિત કરે છે. આ યાત્રાને કાવડ યાત્રા કહેવામાં આવે છે અને આ લોકોને કાવડિયા કહેવામાં આવે છે. દરેક કાવડિયા કેસરી રંગના વસ્ત્ર પહેરીને ગૌમુખ, અલ્હાબાદ, હરિદ્વાર અને ગંગોત્રી જેવા પવિત્ર તીર્થસ્થળેથી ગંગાજળ ભરીને લાવે છે. કાવડ યાત્રા દરમિયાન કાવડમાં ભરેલા જળને જમીન પર ન રાખવુ જોઈએ. સમગ્ર દેશમાં પ્રચલિત આ કાવડ યાત્રાની પરંપરા બહુ જૂની છે.

કોણે શરૂ કરી હતી કાવડ યાત્રા

પુરાણો અનુસાર, ભગવાન પરશુરામએ શિવજીની પૂજા માટે ભોળાનાથનાં મંદિરની સ્થાપના કરી હતી. તેના માટે તેઓ કાવડમાં ગંગાજળ ભરીને તે પાણીથી ભગવાન શિવનો અભિષેક કર્યો હતો. તે દિવસથી કાવડ યાત્રાની પરંપરાની શરૂઆત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.