Not Set/ કોરોનાવાયરસનાં કારણે વિશ્વભરમાં 13 લાખ લોકોનાં થયા મોત

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વૈશ્વિક રોગચાળાએ અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. ભારતમાં પણ COVID-19 થી એક લાખથી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં તાજેતરનાં અપડેટ મુજબ, કોરોનો વાયરસને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં 1,30,9,713 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે વિશ્વભરમાં 53 મિલિયનથી વધુ કેસ છે. છેલ્લા 24 […]

Top Stories India
asdq 95 કોરોનાવાયરસનાં કારણે વિશ્વભરમાં 13 લાખ લોકોનાં થયા મોત

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વૈશ્વિક રોગચાળાએ અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. ભારતમાં પણ COVID-19 થી એક લાખથી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં તાજેતરનાં અપડેટ મુજબ, કોરોનો વાયરસને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં 1,30,9,713 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે વિશ્વભરમાં 53 મિલિયનથી વધુ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં વિશ્વવ્યાપી પુષ્ટિ થયેલ COVID-19 કેસની સંખ્યામાં 6,57,312 નો વધારો થયો છે. રોગચાળો ફાટી નીકળ્યા પછીથી આ દૈનિક સૌથી મોટો વધારો છે. સીએનએને કહ્યું કે, ઓસ્ટ્રિયા મંગળવારે ઓછામાં ઓછા અઢી અઠવાડિયા સુધી બીજા રાષ્ટ્રીય લોકડાઉનમાં પ્રવેશ કરશે, કારણ કે અહીં કોરોનાનો ચેપ દર 10 ગણો વધારે છે. આપને જણાવી દઈએ કે, WHO એ 11 માર્ચે COVID-19 નો રોગચાળો જાહેર કર્યો હતો.

શનિવારે, 7,340 લોકો ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, જ્યારે 96 ચેપગ્રસ્તોનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય વિભાગનાં બુલેટિન જણાવે છે કે દિલ્હીમાં એક દિવસ પહેલા 49,645 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ચેપનો દર 14.78 ટકા છે. બુલેટિન મુજબ શનિવારે દિલ્હીમાં 96 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં હતા, ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીમાં મૃત્યુઆંક 7,519 પર પહોંચી ગયો છે. શનિવારે દિલ્હીમાં ચેપ માટે સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 44,456 થઈ ગઈ છે.