Crime/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાતી હતી, તે દરમિયાન પોલીસે નકલી આઈ કાર્ડ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
cricket 23 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાતી હતી, તે દરમિયાન પોલીસે નકલી આઈ કાર્ડ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની તપાસ કરતા બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સ્ટેડિયમમાં પ્રવેશ કરીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા હતા.

cricket 24 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

Cricket / સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ પાસેથી સ્ટેડિયમમાં લાગેલા અમૂલનાં કાઉન્ટરનું આઇકાર્ડ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા આઈ કાર્ડમાં ચેડા કરી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોવાનુ ખુલ્યુ હતુ. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ મોલમાં નોકરી કરતા કર્મચારીઓનાં કાર્ડ મેળવી તેમા પોતાના ફોટા લગાવી ગેરકાયદેસર રીતે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. જેથી પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા પ્રિન્સ અને આશિષ નામનાં આરોપીઓની ધરપકડ કરી નકલી આઈ કાર્ડ જપ્ત કરી હકીકતનાં મૂળ સુધી પહોંચવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા આરોપીઓ પાસે અમૂલનાં આઈ કાર્ડ ક્યાંથી આવ્યા અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે ચાંદખેડા પોલીસે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે.

cricket 25 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

Cricket / અફઘાનિસ્તાનનાં કેપ્ટને ધોનીને પાછળ છોડ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બંને આરોપીઓ એન કે સ્ટેડિયમમાં પ્રવેશ તો મેળવી લીધો પરંતુ પોલીસની બાજ નજરથી બચી ન શક્યા. પોલીસને બંને આરોપીઓની ગતિવિધિ પર શંકા જતા તુરંત જ બંને આરોપીઓને ઝડપી તપાસ કરતા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની હકીકતનો પર્દાફાશ કર્યો હતો. અને બંને આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ