ગમખ્વાર અકસ્માત/ રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેના મોત થયા

આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

Gujarat Others
Untitled 228 રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેના મોત થયા

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત નિપજવાની ઘટના બની હતી. આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

અકસ્માત ઝોન તરીકે પ્રચલિત લીંબડી-રાજકોટ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે અકસ્માત ઝોનમાં આવતા લીંબડી – રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત નિપજવાની ઘટના બની હતી. આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા તાકીદે લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી જામનગર જતાં પરિવારને લીંબડી હાઇવે પર અકસ્માત નડ્યોં હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા અકસ્માતના સ્થળે એકઠા થઇ ગયા હતા. હાઇવે પર થયેલા આ ગોઝારા અકસ્માતના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશથી આવેલા અને અમદાવાદથી જામનગર જતાં પરિવારનો લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.