અકસ્માત/ સુરેન્દ્રનગર લખતર પાસે અકસ્માત સર્જાતા બે પોલીસકર્મીઓના ઘટનાસ્થળે મોત

ગુજરાતના સુરેન્દ્રનગર પાસે આવેલા લખતર પાસેથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લખતર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે પોલાસકર્મીઓના મોત નિપજયા છે.

Top Stories Gujarat
2 14 સુરેન્દ્રનગર લખતર પાસે અકસ્માત સર્જાતા બે પોલીસકર્મીઓના ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર: લખતર પાસે અકસ્માત
અકસ્માતમાં બે પોલીસકર્મીઓના મોત
લખતર ઝમર વચ્ચે સર્જાયો અકસ્માત
બાઇકમાં રોઝડું આડે આવતા સર્જાયો અકસ્માત
કરાઇ ટ્રેનિંગ સેન્ટરમાંથી પરત ફરતા હતા
QRT હેડક્વાટર્સ ટીમમાં બજાવતા હતા ફરજ

ગુજરાતના સુરેન્દ્રનગર પાસે આવેલા લખતર પાસેથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લખતર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે પોલાસકર્મીઓના મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરાઇ ટ્રેનિંગ કેમ્પથી બાઇક પર પરત ફરી રહેલા આ પોલીસ કર્મીઓ વચ્ચે રોઝ નામું પ્રાણી અથડાતા બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી અને બંને નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું, આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને સત્વરે જાણ કરી હતી. પોલીસ ઘટાનાસ્થલે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પોલીસકર્મીઓ Qrt હેડકવાર્ટસમાં ફરજ બજાવતા હતા, પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત થતાં આ રોડ પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો ,આ પોલીસકર્મીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.