ahmedbad/ વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો, શાળાએ કર્યું સન્માન

વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો.  શાળાએ આ વિદ્યાર્થીઓની મહેનતની બીરદાવી

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 10T155734.619 વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો, શાળાએ કર્યું સન્માન

@ શિવાંશુ સિંહ

વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો.  શાળાએ આ વિદ્યાર્થીઓની મહેનતની બીરદાવી. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી છે. જેમાં નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 98.45 ટકા પરિણામ જાહેર થયોછે. જેમાં સ્કૂલના વિધાર્થીયોના સારા પરિણામો જાહેર થતાં તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વે વિદ્યાર્થીઓ 99.64 ટકા પાસ થયા છે.

WhatsApp Image 2024 05 10 at 15.28.07 વેદાંત ઇન્ટરનેશનલ શાળામાં બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો, શાળાએ કર્યું સન્માન

ખાસ વાત એ છે ક્રિશ નામના વિદ્યાર્થી બાયોલોજીમાં 100 માં થી 100 અંકો લાવ્યા છે. પટેલ ક્રિશ વસ્ત્રાલના રહેવાસી રાકેશભાઈનો પુત્ર છે. ક્રિશ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ટ્રાન્સપોર્ટ વ્યાપાર કરે છે. બાયોલોજીમાં સારા માર્કસ મેળવવા બદલ વિધાર્થીએ વેદાંત સ્કૂલના શિક્ષકોનો આભાર માન્યો છે. વિદ્યાર્થીઓ પોતાની આગળની કારર્કિદી અંગે વાત કરતા જણાવ્યું કે તે 12 સાયન્સ પછી એમબીબીએસમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગે છે. ક્રિશ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો શાહ રિયા રોનક ગૂજસેટમાં 40 માંથી 40 અંકોથી પાસ થઈ છે. તે પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને શાહ રિયાએ પણ વેદાંત સ્કૂલના શિક્ષકો આભાર વ્યક્ત કર્યો. ક્રિશની જેમ રિયા પણ એમબીબીએસમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે. બંને વિદ્યાર્થીઓ વેદાંત સ્કૂલની છે જેમણે ધોરણ-12 બોર્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. શાળાએ પણ વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા બદલ તેમનો ઉત્સાહ વધારવા તેમનું સન્માન કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…