Not Set/ U-19 WC : ભારતે ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે હરાવી મેળવી ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. શુકવારે લીગની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે પર ૧૦ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ભારતે ટુર્નામેન્ટની ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે ૪૮.૧ ઓવરમાં માત્ર ૧૫૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી એમ […]

Sports
195990 u 19 U-19 WC : ભારતે ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે હરાવી મેળવી ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. શુકવારે લીગની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે પર ૧૦ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ભારતે ટુર્નામેન્ટની ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે ૪૮.૧ ઓવરમાં માત્ર ૧૫૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી એમ શુંબાએ સૌથી વધારે ૩૬ રન બનાવ્યા હતા. જયારે ભારત તરફથી યુવા બોલર અનુકૂલ રોયે શાનદાર બોલિંગ કરતા ૭ ઓવરમાં ૨૦ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. જયારે ૧૫૫ રનનો ટાર્ગેટનો પીછો કરતા ભારતની ઓપનિંગ જોડી હાર્વિક દેસાઇ અને શુભમ ગિલની જોડીએ માત્ર ૨૧.૪ ઓવરમાં ૧૫૫ રન બનાવી મેચ જીતી લીધી. આ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શુભમ ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.

મહત્વનું છે કે, અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે આ પહેલા રમાયેલી બે મેચમાં પણ શાનદાર વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટની પ્રથમ લીગ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રનથી, જયારે પાપુઆ ન્યૂ ગિનીને પણ ૧૦ વિકેટથી હરાવ્યું હતું.