મુલાકાત/ અમેરિકાના સાંસદ ઇલ્હાન ઉમરે POKની મુલાકાત લીધી,ભારતે આપી તીખી પ્રતિક્રિયા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મુલાકાતને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવી છે.

Top Stories India
3 40 અમેરિકાના સાંસદ ઇલ્હાન ઉમરે POKની મુલાકાત લીધી,ભારતે આપી તીખી પ્રતિક્રિયા

અમેરિકાના કોંગ્રેસ સાંસદ ઇલ્હાન ઉમર ફરી વિવાદમાં છે. તેઓ  પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રવાસે છે,આ  મુલાકાત પર ભારતના ગૃહ મંત્રાલય તરફથી તીખી પ્રતિક્રિયા આપી  છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મુલાકાતને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમણે ઇલ્હાનની પીઓકેની મુલાકાત પર કહ્યું કે જો કોઈ નેતા તેમના દેશમાં નાની વિચારસરણીની રાજનીતિ કરવા માંગે છે, તો તે કરી શકે છે, તે ત્યાં તેમનો મુદ્દો છે. પરંતુ જો અમારી પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન થશે, તો અમે ચિંતિત છીએ અને અમે સખત શબ્દોમાં તેની નિંદા કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે આ એ જ ઈલ્હાન ઉમર છે જેણે ભૂતકાળમાં વિદેશી ફોરમમાં ઘણી વખત ભારતની ટીકા કરી છે. તેમણે  ભારતને લઘુમતી વિરોધી પણ ગણાવ્યું છે. બિડેન પ્રશાસન પર નિશાન સાધતા એક નિવેદનમાં ઇલ્હાન ઉમરે કહ્યું કે ભારત લાંબા સમયથી મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. તેમણે ત્યારે પણ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ હોવું એ અપરાધ સમાન છે. એક ટ્વીટમાં ઇલ્હાને એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતમાં અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકાર ઉલ્લંઘન વિશે ખુલ્લેઆમ કશું બોલવામાં આવતું નથી.

આવી સ્થિતિમાં ઇલ્હાન ઉમરને લઇને ભારતમાં હંમેશા વિવાદ થતો રહ્યો છે. હવે જ્યારે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લીધી છે, ત્યારે ભારત દ્વારા તેમને યોગ્ય સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ભારતની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરી શકે નહીં.

જો કે, બુધવારે ઇલ્હાન ઉમરે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. તે બેઠક બાદથી તે સ્થળનું રાજકારણ પણ ગરમાયું છે. પાકિસ્તાન સરકાર અમેરિકા પર આરોપ લગાવી રહી છે કે ઈમરાને જેની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો, હવે  તે જ દેશના એક સાંસદને મળી રહ્યો છે. આ વિવાદ પર ઈમરાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.