Not Set/ UAE માં IPL ટૂર્નામેન્ટ રમવા માટે હુ ઘણો ઉત્સાહિત છું : કેન વિલિયમ્સન

ન્યુઝિલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવા માટે તે ઉત્સાહિત છે, પરંતુ કોવિડ-19 રોગચાળો ફાટી નીકળ્યો છે તે જોતા હજી ઘણું આયોજન કરવાની જરૂર છે. સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન રાષ્ટ્રીય ટીમની તાલીમ શિબિર બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ રોગચાળાને કારણે આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ પણ મુલતવી રાખ્યો છે. […]

Uncategorized
62985d99ab79a28911c00c23ce66fa7a UAE માં IPL ટૂર્નામેન્ટ રમવા માટે હુ ઘણો ઉત્સાહિત છું : કેન વિલિયમ્સન

ન્યુઝિલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવા માટે તે ઉત્સાહિત છે, પરંતુ કોવિડ-19 રોગચાળો ફાટી નીકળ્યો છે તે જોતા હજી ઘણું આયોજન કરવાની જરૂર છે. સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન રાષ્ટ્રીય ટીમની તાલીમ શિબિર બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ રોગચાળાને કારણે આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ પણ મુલતવી રાખ્યો છે.

કેન વિલિયમ્સને કહ્યું, “જેમ કે મેં કહ્યું તેમ, તે જોતા કે આ જ્યા યોજવામાં આવશે અને જે સમગ્ર જાણકારી આવી રહી છે, આઈપીએલમાં રમવુ હંમેશા એક શાનદાર ચીજ રહી છે, સાચે જ, તેમા રમવું અને તેનો ભાગ બનવું અદભૂત રહેશે.” પરંતુ તે આ સાથે સુરક્ષા વ્યવસ્થા વિશે પણ ઘણું જાણવા માંગે છે. કેન વિલિયમ્સને કહ્યુ કે, “પરંતુ કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા ઘણી બધી માહિતી શીખવાની જરૂર છે. જો કે વધુ જાણવુ યોગ્ય રહેશે.” તેમણે કહ્યું, “પરંતુ બધી બાબતોને જોતા તેઓ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે જે અદભૂત છે અને તે પ્રેક્ષકોને આકર્ષિત કરે છે.”

વિલિયમ્સને કહ્યું, “વર્લ્ડ કપ મુલતવી થતો જોવું શરમજનક છે, પણ મારું માનવું છે કે હાલનાં સંજોગોમાં તે જરૂરી પણ છે.” આ સાથે તેમણે યુએઈને સુરક્ષિત સ્થાન પણ ગણાવ્યો હતો કારણ કે, ભારતમાં કોરોના સંક્રમણિત લોકોની સંખ્યા 11 લાખથી ઉપર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, “આઈપીએલને જોતા, તેઓ તેનું યજમાન કરવા માટેનાં શ્રેષ્ઠ વિકલ્પની શોધમાં છે, જ્યાં લોકોને અલગ રાખી શકાય છે જેમ કે તમે વિશ્વની અન્ય રમતોની સાથે જોઇ રહ્યા છો.” વિલિયમસનએ કહ્યું, “જેમ કે મેં કહ્યું હતું કે, તે માટે હજુ ઘણી યોજનાઓ બનાવવાની બાકી છે જેથી તેની ખાતરી કરી શકાય કે તેનુ આયોજન થાય અને અમે તે જ જાણીએ છીએ જે તમે સાંભળી રહ્યા છો, તે તેનાથી ખાસ અલગ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.