શિવસેના-ઉદ્ધવ ઠાકરે/ ઉદ્ધવ ઠાકરે જૂથને લાંબા સમય પછી રાહતઃ શિવસેનાની મિલકત ટ્રાન્સફરની અરજી ફગાવાઈ

ઉદ્ધવ ઠાકરે જૂથને ઘણા દિવસો પછી સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહતના સમાચાર મળ્યા છે. સુપ્રીમ કોર્ટે શિવસેના પક્ષની જંગમ અથવા સ્થાવર મિલકતોને અલગ પાડવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

Top Stories India
Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે જૂથને લાંબા સમય પછી રાહતઃ શિવસેનાની મિલકત ટ્રાન્સફરની અરજી ફગાવાઈ

ઉદ્ધવ ઠાકરે જૂથને ઘણા દિવસો પછી સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહતના સમાચાર મળ્યા છે. ShiveSena-Udhavthackeray સુપ્રીમ કોર્ટે શિવસેના પક્ષની જંગમ અથવા સ્થાવર મિલકતોને અલગ પાડવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. પિટિશનમાં એવી માગણી પણ કરવામાં આવી હતી કે તેને પાર્ટીના નવા પ્રમુખને ટ્રાન્સફર કરવામાં આવે.

પાર્ટી ફંડ ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી

મુંબઈ સ્થિત વકીલ આશિષ ગિરીએ તેમની અરજીમાં ઠાકરે જૂથને પાર્ટી ફંડ ટ્રાન્સફર કરવાથી ShiveSena-Udhavthackeray રોકવા માટે સુપ્રીમ કોર્ટને નિર્દેશ આપવાની પણ માંગ કરી હતી. કોર્ટે વકીલને પૂછ્યું – તમે કોણ છો? ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને હસ્તાંતરિત તમામ શિવસેનાની સંપત્તિને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી આજે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. કોર્ટે વકીલ આશિષને પૂછ્યું કે આ કેવા પ્રકારની પિટિશન છે અને તમે કોણ છો? કોર્ટે કહ્યું કે આ અરજી વિચારવા યોગ્ય નથી.

આમ લાંબા સમય પછી ઉદ્ધવ ઠાકરે માટે કોઈ રાહતના સમાચાર આવ્યા છે. ShiveSena-Udhavthackeray આ બાજુ શિંદે કેમ્પ અજીત પવાર સરકારમા જોડાઈ શકે તેને લઈને આઘાતમાં છે. ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે એકનાથ શિંદેને વાસ્તવમાં મુખ્યમંત્રી પદેથી હટાવવા માટેની આ ચાલ હોઈ શકે છે. શિંદે કેમ્પ પર દબાણ લાવીને અને તેમને અજીત પવારનો ભય બતાવીને સીએમ પદ છોડાવી શકાય છે. આમ છતાં તેમને સરકારમાં તો જારી રાખવામાં આવી જ શકે છે. પણ તેમના પર અજીત પવારનો ભય સતત ઝળુંબતો પણ રાખવા માંગે છે જેથી શિવસેનાના આ જૂથને અંકુશમાં રાખી શકાય.

આના પગલે આગામી સમયમાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા દાવપેચ જોવા મળી શકે છે. શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ ઉપરાંત પવારની એનસીપીમાંથી અજિત પવાર પણ કેટલા સભ્યોનું સમર્થન મેળવી શકે છે તેના પર બધાની નજર રહેશે. આ બધુ લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળી શકે છે. તેથી મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે યોજાય તો કોઈને આશ્ચર્ય નહી લાગે.

 

આ પણ વાંચોઃ  Jiah Khan Case Verdict/ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો

આ પણ વાંચોઃ અયોધ્યા/ આ દિવસે થશે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા, જાણો કેવી રીતે કરવામાં આવશે ‘સૂર્ય તિલક’

આ પણ વાંચોઃ લાઇટિંગ સ્ટ્રકચર ક્રેશ/ જામનગરઃ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પહેલા જ ઉત્થાપનઃ સીએમ હાજર રહેવાના છે તે કાર્યક્રમમાં જ થયો ધબડકો