Not Set/ શિવસેના ભવન તોડી પાડવાના ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ ઉદ્વવ ઠાકરનેનું પલટવાર

લાડે કહ્યું હતું કે  મુંબઈમાં ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીનું મુખ્ય મથક શિવસેના ભવન તોડી પાડવામાં આવશે

India
uthav thakre શિવસેના ભવન તોડી પાડવાના ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ ઉદ્વવ ઠાકરનેનું પલટવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી પર  પરોક્ષ રીતે શાબ્દિક હુમલો કરીને  કહ્યું કે ધમકીભરી  ભાષા સહન કરવામાં આવશે નહીં અને જે લોકો  બોલે છે તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે. ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડની ટિપ્પણીના પગલે તેમણે પલટવાર કર્યું હતું.  લાડે કહ્યું હતું કે  મુંબઈમાં ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીનું મુખ્ય મથક શિવસેના ભવન તોડી પાડવામાં આવશે. જો કે, બાદમાં તેમણે આ ટિપ્પણી પાછી ખેંચી લીધી અને અફસોસ વ્યક્ત કર્યો  હતો, અને કહ્યું કે મારા નિવેદનને તોડીને રજૂ કરવામાં આવ્યો છે.

 બીડીડી ચોલ પુન વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ તેમની ત્રણ પક્ષની મહા વિકાસ આઘાડી  સરકારને “ટ્રિપલ સીટ” સરકાર ગણાવી હતી. શિવસેના સિવાય સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. હિન્દી ફિલ્મ “દબંગ” ના એક સંવાદને યાદ કરીને  મુખ્યમંત્રીએ કહ્યું કે થપ્પડ સે ડર નહીં લગતા પણ  કોઇએ થપ્પડ મારવાની ભાષા બોલવી જોઈએ નહીં કારણ કે અમે એટલી જોરથી  થપ્પડ મારીશું કે વ્યક્તિ તેના પગ પર ઉભો પણ રહી શકશે નહી.

ઠાકરેએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પુનર્વિકાસ નિર્માણમાં  મરાઠી સંસ્કૃતિને કોઈપણ કિંમતે સાચવી રાખવી જોઈએ કારણ કે ચાલ એ ઐતિહાસિક વારસો છે, જ્યાં ક્રાંતિકારીઓએ પોતાનો જીવ આપ્યો છે અને તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના સાક્ષી પણ છે.” એનસીપીના વડા શરદ પવાર પણ ત્યાં  હાજર છે, તેમણે કહ્યું કે બીડીડી ચાલની વારસો સુરક્ષિત થવી જોઈએ અને મરાઠી ભાષી લોકોએ પુન વિકસિત મકાનોમાં રહેવું જોઈએ.