Cricket/ ઉમર અકમલે છોડ્યું પાકિસ્તાન, હવે આ દેશ માટે રમશે ક્રિકેટ

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલ હાલમાં પ્રીમિયર સી લીગની તાજેતરની આવૃત્તિમાં કેલિફોર્નિયા જલ્મી માટે નસીબ અજમાવી રહ્યો છે.

Sports
ઉમર અકમલ

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલ હાલમાં પ્રીમિયર સી લીગની તાજેતરની આવૃત્તિમાં કેલિફોર્નિયા જલ્મી માટે નસીબ અજમાવી રહ્યો છે. જમણા હાથનાં બેટ્સમેન પાકિસ્તાનની ટોચની સ્થાનિક ટીમો સાથે જોડાઈ શક્યો નથી અને તેથી લીગ ક્રિકેટ રમવા માટે અમેરિકા ચાલ્યો ગયો છે.

11 75 ઉમર અકમલે છોડ્યું પાકિસ્તાન, હવે આ દેશ માટે રમશે ક્રિકેટ

આ પણ વાંચો – Cricket / ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale

ઉમર અકમલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં ભ્રષ્ટાચાર વિરોધી કોડનાં ભંગ બદલ સસ્પેન્શન પૂર્ણ કર્યું છે. તે છેલ્લા ઘણા સમયથી દેશમાં કોઈ મોટી સ્પર્ધામાં દેખાયો ન હતો. તે નેશનલ T20 કપમાં પણ સ્થાન મેળવી શક્યો નથી. ESP Cric Info નાં એક અહેવાલ મુજબ, અકમલનાં પરિવારનાં સભ્યોએ પુષ્ટિ કરી છે કે તે વધુ સારી તકની શોધમાં અમેરિકા ગયો છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે મોટા ભાઈ કામરાન અકમલે ઉમરનાં નિર્ણય પર કંઈ કહ્યું નથી. અકમલનાં પરિવારનાં એક સભ્યએ દાવો કર્યો હતો કે ક્રિકેટરને પાકિસ્તાન બોર્ડ તરફથી અન્યાયી વર્તન મળ્યું છે. પરિવારનાં સભ્યએ ધ્યાન અપાવ્યુ હતુ કે પ્રતિબંધ હોવા છતાં કેટલા ખેલાડીઓને ફરી ટીમમાં સ્થાન મેળવવામાં સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે, “અન્ય ખેલાડીઓ પણ છે જેમને મોટા આરોપોને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને ટીમમાં સ્થાન મેેળવવા માટે ઘણો ટેકો મળ્યો હતો.” તંત્રએ ઉમર અકમલ સાથે ક્યારેય સારો વ્યવહાર કર્યો નથી. નબળી ફિટનેસ ધરાવતા ખેલાડીઓને પસંદ કરવા માટે ઘણા સમાધાન કરવામાં આવ્યા હતા, પરંતુ ઉમર અકમલને બહાર રાખવા માટે તેની સામે તમામ ચીજો મુશ્કેલ રાખી હતી.

11 76 ઉમર અકમલે છોડ્યું પાકિસ્તાન, હવે આ દેશ માટે રમશે ક્રિકેટ

આ પણ વાંચો – IPL 2021 / ચેન્નઈ વિરુદ્ધ જીત બાદ રિષભ પંતને તેના જન્મદિવસે મળી મોટી Gift

આ વર્ષે, ઉમર અકમલે પાકિસ્તાન સુપર લીગ (2020) માં સ્પોટ ફિક્સર દ્વારા સંપર્ક કરવાની જાણકારીને બોર્ડને જાણ ન કરવા બદલ માફી માંગી હતી. PCB એ એક વીડિયો શેર કર્યો હતો જેમાં ઉમર અકમલે સ્વીકાર્યું હતું કે તેણે ભૂલ કરી હતી અને બોર્ડ અને ચાહકોની માફી માંગી હતી. ઉમર અકમલે 16 ટેસ્ટ, 124 વનડે અને 84 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉમર અકમલને પાકિસ્તાનનું ભવિષ્ય માનવામાં આવતું હતું. જો કે, તેની શિસ્તનો અભાવ અને નબળુ વલણ તેને ટીમમાં અને બહાર રાખતુ હતુ. લાંબા સમય સુધી ઉમર અકમલ પણ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. જોકે, પ્રતિભાશાળી બેટ્સમેને 16 ટેસ્ટમાં 1003 રન બનાવ્યા હતા. 124 વનડેમાં 3194 રન અને 84 T20 આંતરરાષ્ટ્રીયમાં 1690 રન બનાવ્યા છે.