હુમલો/ પાયલ ઘોષ પર અજાણ્યા હુમલાખોરોએ કર્યો એસિડ અટેકનો પ્રયાસ, વીડિયોમાં સંભળાવી કહાની

પાયલ ઘોષ વિડીયોમાં ખી રહી છે કે, હુમલાખોરોનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. આ હુમલામાં તેને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. તેણે હુમલાખોરોનો મજબૂતીથી…

Entertainment
પાયલ ઘોષ

અભિનેત્રી પાયલ ઘોષ નો દાવો છે કે અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાયલે વીડિયો જાહેર કરતા કહ્યું કે અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો અને એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું, આ ઘટના ત્યારે બની જ્યારે તે મુંબઈમાં તેના ઘરે જવા નીકળી હતી. જ્યારે તેણી પોતાની કારમાં બેઠી હતી, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો અને તેનો સામાન છીનવી લીધો અને ભાગી ગયા હતા.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીએ પતિને જામીન મળતા કરી આ પોસ્ટ, લોકો થઇ રહ્યા છે કન્ફયુઝ

પાયલે કહ્યું કે હુમલાખોરોનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. આ હુમલામાં તેને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. તેણે હુમલાખોરોનો મજબૂતીથી સામનો કર્યો….આપને જણાવી દઈએ કે અગાઉ પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Instagram will load in the frontend.

પાયલનું કહેવું છે કે તેના પર લાકડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોના હાથમાં એસિડ જેવું કંઈક હતું. તેણીએ કહ્યું કે મેં જોરથી બૂમો પાડી જેના કારણે હુમલાખોરો ભાગી ગયા. આ દરમિયાન તેના ડાબા હાથને લાકડીથી ઈજા થઈ હતી. પાયલે જણાવ્યું હતું કે મુંબઈમાં પહેલી વખત તેની સાથે આવી ઘટના બની છે. તેણે વીડિયો જાહેર કર્યો છે અને આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું કહ્યું છે.

આ પણ વાંચો : જયારે શાહરૂખ ખાનને લીધે ગુલશન ગ્રોવરને ન મળ્યો હતો મોરોક્કનનો વિઝા

પાયલે અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે આ મામલે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મદદ માંગી હતી. જોકે અનુરાગે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પોલીસે આ કેસમાં અનુરાગની પૂછપરછ પણ કરી હતી.

પાયલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણીએ કહ્યું હતું કે અનુરાગ કશ્યપે 2013 માં તેનું યૌન શોષણ કર્યું હતું. જોકે, મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં કશ્યપે આ આરોપને નકારતા કહ્યું હતું કે તે સમયે તે શૂટિંગ માટે શ્રીલંકામાં હતો. અનુરાગે આ આરોપોને સંપૂર્ણ જૂઠ્ઠાણા ગણાવ્યા હતા.

આ પણ વાંચો :રાજ કુન્દ્રા બે મહિના પછી જેલમાંથી છૂટ્યો, કહ્યું- મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે…

આ પણ વાંચો :અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્ન ફિલ્મ કેસમાં મળ્યા જામીન