Not Set/ કેન્દ્રિય પ્રવાસન મંત્રી : 2 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર ભારત સરકાર સમગ્ર દેશમાં પર્યટન પર્વ ઉજવશે  

કેન્દ્રીય ટુરીઝમ પ્રધાનના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે તમામ રાજ્યોના ટુરિઝમ મિનિસ્ટરની એક બેઠક મળી હતી. જેમાં ગુજરાતના ટુરીઝમ મંત્રી જવાહર ચાવડા એ પણ ભાગ લીધો હતો. દિલ્હીમાં યોજાયેલ ટુરીઝમની આ બેઠકમાં પ્રસાદ અને સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત રાજ્યના સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થાનોનો રિવ્યુ કરાયો હતો. અને ખાસ તો અહીંયા ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટસમાં […]

Top Stories Gujarat
javahar કેન્દ્રિય પ્રવાસન મંત્રી : 2 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર ભારત સરકાર સમગ્ર દેશમાં પર્યટન પર્વ ઉજવશે  

કેન્દ્રીય ટુરીઝમ પ્રધાનના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે તમામ રાજ્યોના ટુરિઝમ મિનિસ્ટરની એક બેઠક મળી હતી. જેમાં ગુજરાતના ટુરીઝમ મંત્રી જવાહર ચાવડા એ પણ ભાગ લીધો હતો. દિલ્હીમાં યોજાયેલ ટુરીઝમની આ બેઠકમાં પ્રસાદ અને સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત

રાજ્યના સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થાનોનો રિવ્યુ કરાયો હતો. અને ખાસ તો અહીંયા ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટસમાં કયાંય ગ્રાન્ટ ખૂટે છે કે કેમ તે મુદ્દે પણ પૃચ્છા કરાઇ હતી.

કેન્દ્ર સરકારનુ ફોક્સ ભારતના તમામ રાજ્યોમાં ટુરીઝમ ને મહત્તમ વિકસાવીને પ્રવાસીઓને આકર્ષિત કરીને રોજગારી વધારવાનુ છે. જેને લઇને ભારતના તમામ રાજ્યોના ટુરિઝમ  મંત્રીઓને બોલાવીને, કેન્દ્રીય મંત્રીએ રાજ્યના પ્રવાસન ડેવલપમેન્ટ પ્રોજેક્ટસની વિગતો મેળવી હતી.  ઉલ્લેખનીય છેકે આગામી બીજી ઓક્ટોબર થી 15 ઓક્ટોબર દરમ્યાન ભારત સરકારે સમગ્ર દેશમાં

પર્યટન પર્વ ઉજવવાનુ નક્કી કર્યુ છે, ત્યારે તમામ રાજ્યો આ પર્વ કેવી રીતે ઉજવશે તેના પ્લાનિંગ મંગાવાયા હતા.  તો ગુજરાતમાં ખાસ કરીને બુધિસ્ટ સરકીટ, હેરિટેજ સરકીટ, વિશે અને ગાંધીજીના જન્મ સ્થાન થી લઇને દાંડી મેમોરિયલ, કબા ગાંધીનો ડેલો, પોરબંદર ના કિર્તીમંદિર વિશે રિવ્યુ કરાયો હતો.

રાજ્યમાં ટુરીઝમ લક્ષી જે અગાઉની સરકારે કામ શરુ કર્યા હતા. તે આગામી માર્ચ 31 સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે  ત્યારબાદ નવા પ્રોજેક્ટસ હાથ પર લેવાશે.

ઉલ્લેખનીય છેકે બુધ્ધિસ્ટ સરકીટમાં ભાવનગર, રાજકોટ, કચ્છ, મહેસાણા, જૂનાગઢ,  ભરુચ જિલ્લાનો સમાવેશ થાય છે. હેરીટેજ સરકીટ અંતર્ગત અમદાવાદ, રાજકોટ, પોરબંદર, બારડોલી ને દાંડીનો સમાવેશ થાય છે.  આ સિવાય દ્વારકા, સોમનાથ, વડનગર , મોઢેરા, પાટણ નો સમાવેશ સ્વદેશ દર્શન ની સ્કીમમાં થાય છે.  અહીંયા ચાલી રહેલા તમામ પ્રોજેક્ટસ આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરી તમામ સરકીટ કંમ્પલીટ કરી દેવાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.