Not Set/ ધ્રાંગધ્રાનાં જેસડા ગામનાં એડવોકેટની ગાયો માટે અનોખી સેવા

સતત 3 વર્ષથી ગરમીના સમયે ગાયો માટે 8 વીઘા કરી દીધી છે અર્પણ..ગરમીમાં ગાયોને લીલો ચારો મળે એ છે એમનો સંદેશ

Gujarat Others
તાઉતે વાવાઝોડું 85 ધ્રાંગધ્રાનાં જેસડા ગામનાં એડવોકેટની ગાયો માટે અનોખી સેવા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

જેસડા ગામનાં એડવોકેટ સિરાજ મુલતાની એમના ગાયો માટેના પ્રેમના લીધે અનોખી માટીનાં અનોખા માણસ હોય એમ નિશ્વાર્થ સેવા કરી રહ્યા છે.

દાવો / ભારતમાં બનેલી કોરોનાની નેઝલ રસી બાળકો માટે રહેશે ‘ગેમ ચેન્જર’ : WHOનાં વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો 

ઉનાળાના બળબળતા તાપના સમયમાં અબોલ જીવો નિ:સહાય હોય છે, ખાસ તો ઢોર ઢાંખરને લીલો ઘાસ ચારો જોવા ય મળતો નથી. આવા સમયે અબોલ ગાયો માટે કંઈક કરવું જોઈ એવી કરુણા એમના મનમાં આવતા જ તેઓએ પોતાની 8 વીઘાનો લીલો ઘાસચારો ગાયોને ચરવા ખુલ્લો મૂકી દીધો છે. અને સતત 3 વર્ષથી નિરંતર તેઓ પ્રેમથી આ સેવા કરી રહ્યા છે.

બાર્જ અકસ્માત / આ કારણે માનવ અધિકાર પંચે પેટ્રોલિયમ મંત્રાલય, કોસ્ટગાર્ડ અને ઓએનજીસીને ફટકારી નોટિસ

પોતાનું ઢોર હોય ત્યારે પણ ઉનાળામાં એના માટે લીલા ઘાસની વ્યવસ્થા અઘરી બનતી હોય છે, એવામાં સિરાજભાઈ એક અનોખો દાખલો છે જે સમાજને આવા કાર્યો માટે પ્રેરિત કરી જાય છે. અબોલ બધા જ જીવો માટે આવી ને આવી માનવતા પ્રસરતી રહે. કરુણા સાથે હૂંફાળ બનીને સૌ કોઈ ઇચ્છાશક્તિ યોગદાન કરતા રહે એ જ આપડા પશુધનની સાચી કદર રહેશે.

sago str 22 ધ્રાંગધ્રાનાં જેસડા ગામનાં એડવોકેટની ગાયો માટે અનોખી સેવા