ભારે વરસાદ/ રાજ્યના 177 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ભાવનગરમાં 4 ઇંચ વરસાદ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. રાજ્યના 42 તાલુકામાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે

Top Stories Gujarat
12 2 રાજ્યના 177 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ભાવનગરમાં 4 ઇંચ વરસાદ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ગુજરાતમાં અતિભારે વરસાદની લીઘે જૂનાગઢ,દ્રારકા અને ભાવનગરમાં સહિત અનેક શહેરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગના લીધે રાજ્યના અનેક શહેરમોમાં તારાજીના દ્રશ્યો સર્જાય છે. રાજ્યના 177 તાલુકામાં વરસાદ વરસ્યો છે,જેમાં ભાવનગરમાં સૌથી વધુ સાડા 4 ઈંચ વરસાદ ખાબકયો છે.

ઉલ્લેખનીય છે કે સરકારી દફતરના આંકડા મુજબ આજે દિવસ દરમિયાન રાજ્યના 42 તાલુકામાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં પોણા 4 ઈંચ, જામનગરના લાલપુરમાં અને અમરેલીના બરડામાં સવા 3 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર તેમજ કચ્છના ગાંધીધામમાં 3 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભાવનગરમાં બે જ કલાકમાં 4 ઇંચ વરસાદ પડયો હતો.

નોંધનીય છે કે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. રાજ્યના 42 તાલુકામાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 177 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ભાવનગરમાં સૌથી વધુ સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.